New Swan Multitech IPO: ન્યૂ સ્વાન મલ્ટીટેક આઈપીઓ 11 જાન્યુઆરીએ ઓપન થશે. ઈન્વેસ્ટરો આ આઈપીઓમાં 15 જાન્યુઆરી 2024 સુધી દાવ લગાવી શકશે. ન્યૂ સ્વાન મલ્ટીટેક આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 62 રૂપિયાથી 66 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ઈન્વેસ્ટરોની દ્રષ્ટિએ સારી વાત છે કે ગ્રે માર્કેટમાં કંપનીનું પ્રદર્શન સારૂ છે. આશા છે કે દાવ લગાવનાર ઈન્વેસ્ટરોને 50 ટકાનો ફાયદો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે લોટ સાઇઝ
કંપનીએ આઈપીઓ માટે 2000 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 1,32,000 રૂપિયાનો દાવ લગાવવો પડશે. કોઈપણ રિટેલ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા એક લોટ પર દાવ લગાવી શકે છે. નોંધનીય છે કે આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટરોને 35 ટકા ભાગ મળશે. 


જીએમપીની ધૂમ
ઈન્વેસ્ટર ગેનના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં કંપનીનો આઈપીઓ આજે 33 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જો લિસ્ટિંગ દરમિયાન ગ્રે માર્કેટનો રિસ્પોન્સ આવો રહ્યો તો બજારમાં કંપની પ્રથમ દિવસે યોગ્ય ઈન્વેસ્ટરોને 50 ટકાનું રિટર્ન આપી શકે છે. નોંધનીય છે કે આજના જીએમપી અનુસાર કંપનીનું લિસ્ટિંગ 99 રૂપિયા પર થઈ શકે છે. 


આ પણ વાંચોઃ માત્ર 22000 ના રોકાણ પર બનાવી દીધા કરોડપતિ, આ સરકારી સ્ટોકે કરાવી બમ્પર કમાણી


ન્યૂ સ્વાન મલ્ટીટેક આઈપીઓ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરોને શેર 16 જાન્યુઆરીએ એલોટ કરવામાં આવશે. કંપનીનું બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ 18 જાન્યુઆરી 2024ના થશે. નોંધનીય છે કે આઈપીઓની સાઇઝ 33.11 કરોડની છે. 


(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube