મુંબઈ : રેલવે બોર્ડ દ્વારા સિનિયર સિટિઝનોની ગિવ અપ સ્કીમ યોજનામાં ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. આ યોજનામાં 15 જુલાઈ, 2019થી સંશોધન કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે હવે વ્યક્તિ કન્સેશન લેવા મામલે 50 ટકા અને 100 ટકામાંથી એક વિકલ્પની પસંદગી કરી શકશે. ભારતીય રેલવેના નિયમો પ્રમાણે ઓછામાં ઓછા 60 વર્ષના પુરુષને તેમજ 58 વર્ષની મહિલાઓનો સમાવેશ થાય છે. આ કેટેગરીને ટ્રેનોમાં કન્સેશન આપવામાં આવે છે. આ ભાડામાં પુરુષોને 40 ટકાની અને મહિલાઓને 50 ટકાની છૂટ આપવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IRCTCની ઇ ટિકિટ માટેની વેબસાઇટ www.irctc.co.in પર ટિકિટ નાખતી વખતે જો વ્યક્તિની વય સિનિયર સિટીઝનની કેટેગરીમાં આવતી હોય તો કન્સેશનનો વિકલ્પ જોઈએ છે કેમ એ વિશે સવાલ કરવામાં આવે છે. આ જવાબના આધારે કન્સેશન આપવામાં આવે છે. સિનિયર સિટીઝનના કન્સેશનનો લાભ લેનાર વ્યક્તિએ વયનું પ્રમાણપત્ર સાથે રાખવાનું હોય છે. 


નવી વ્યવસ્થા અંતર્ગત હવે આ કેટેગરીના નાગરિકોને આ કન્સેશન સંપૂર્ણ રીતે છોડવાના વિકલ્પની સાથેસાથે એને પચાસ ટકા છોડવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...