Income Tax: જો સાત લાખની ઉપર એક રૂપિયો પણ કમાણી વધી તો ભરવો પડશે અધધધ ટેક્સ... જાણો કઈ રીતે
એસેસમેન્ટ યર 2023-24 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની ડેડલાઈન 31 જુલાઈ 2023 છે. દેશમાં આવકવેરા રિટર્ન ભરવા માટે કરદાતા પાસે બે વિકલ્પ છે. ઓલ્ટ ટેક્સ રિજિમ (Old Tax Regime) અને ન્યૂ ટેક્સ રિજિમ (New Tax Regime). ટેક્સપેયર્સ પોતાની સુવિધા મુજબ બંનેમાંથી કોઈ પણ પસંદ કરી શકે છે.
એસેસમેન્ટ યર 2023-24 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની ડેડલાઈન 31 જુલાઈ 2023 છે. દેશમાં આવકવેરા રિટર્ન ભરવા માટે કરદાતા પાસે બે વિકલ્પ છે. ઓલ્ટ ટેક્સ રિજિમ (Old Tax Regime) અને ન્યૂ ટેક્સ રિજિમ (New Tax Regime). ટેક્સપેયર્સ પોતાની સુવિધા મુજબ બંનેમાંથી કોઈ પણ પસંદ કરી શકે છે. સરકારે બજેટ 2023 દરમિયાન ન્યૂ ટેક્સ રિજિમમાં મોટો ફેરફાર કરતા સાત લાખ રૂપિયા સુધીની રકમ ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. પરંતુ જો કમાઈ સાત લાખ રૂપિયા કરતા એક રૂપિયો પણ વધુ આવક થઈ તો નવા દર પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે.
ન્યૂ ટેક્સ રિજિમ સ્લેબ
જો કોઈ વ્યક્તિની આવક વાર્ષિક સાત લાખ રૂપિયા કરતા વધુ હોય તો તેણે કો ટેક્સ ભરવો પડશે નહીં. જ્યારે તેનાથી વધુ કમાણી પર નવા દર પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે. ન્યૂ ટેક્સ રિજિમના સ્લેબ મુજબ 0થી 3 લાખ રૂપિયાની આવક પર 0 ટકા ટેક્સ, 3થી 6 લાખ રૂપિયાની આવક પર 5 ટકા, 6થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 12 લાખની આવક પર 15 ટકા, 12થી 15 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા અને 15 લાખથી વધુ આવક પર 30 ટકાના દરે ટેક્સ ભરવો પડશે. આ હિસાબે જોઈએ તો સાત લાખ રૂપિયાની વાર્ષિક આવક ટેક્સના દાયરામાં આવશે.
એક રૂપિયાના ચક્કારમાં આપવા પડશે 25000
સાત લાખ રૂપિયાની ઉપર એક રૂપિયો પણ આવક વધી તો કોઈ પણ ટેક્સપેયરની ગેમ બગડી શકે છે. ન્યૂ ટેક્સ રિજિમ હેઠળ ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. બાકીના ચાર લાખ રૂપિયામાંથી ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર પાંચ ટકાના દરખી ટેક્સ લાગશે. જે 15,000 રૂપિયા થશે. ત્યારબાદ બચેલા એક લાખ એક રૂપિયા પર 10 ટકાના દરથી ટેક્સ લાગશે. જે 10,000 રૂપિયા થશે. આમ 7000001 રૂપિયાની આવક તમારો ખેલ બગાડી શકે છે અને તમારે કુલ 25000 રૂપિયા ટેક્સ ભરવો પડી શકે છે.
એક રૂપિયો કેવી રીતે પડે ભારે
સમજી લો કે તમારી વાર્ષિક આવક સાત લાખ એક રૂપિયા છે. આવામાં ત્રણ લાખ રૂપિયાની આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સની જોગવાઈ નથી. આથી સાત લાખમાંથી ત્રણ લાખ રૂપિયા ટેક્સ ફ્રી થઈ જશે (7,00,000-3,00,000=4,00,000).
હવે ચાર લાખ રૂપિયાની રકમ ટેક્સેબલ રહેશે. પરંતુ આ રકમ પર બે ટેક્સ સ્લેબના દાયરા આવશે. ત્રણ લાખ રૂપિયા પર પાંચ ટકાનો ટેક્સ લાગશે (3,00,000 પર 5%= 15,000).
બાકીના એક લાખ રૂપિયાની રકમ પર 10 ટકા ટેક્સ સ્લેબનો દાયરો લાગશે. 1,00,000 પર 10%=10,000 રૂપિયા. આ પ્રકારે (15,000+10,000=25,000) કુલ 25,000 રૂપિયાની રકમ ટેક્સ સ્વરૂપે આપવી પડશે.
સરકારે કહ્યું કે જો તમારી વાર્ષિક આવક સાત લાખ રૂપિયા કરતા વધુ છે તો મે આપોઆપ નવા ટેક્સ રિજિમમાં દાખલ થઈ જશો. જો કોઈ તેમાં શિફ્ટ થવા ન માંગતુ હોય તો તેણે ફોર્મ ભરવું પડશે.