New Traffic Rules: શું તમે પણ સ્કૂટી (Scooty Challan) ચલાવો છો તો તમારા માટે આ ખબર જાણવા ખુબ જરૂરી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ વાહન ચલાવે છે તો તેને સૌથી પહેલા તો ટ્રાફિકના નિયમો વિશે સંપૂર્ણ માહિતી હોવી ખુબ જરૂરી છે. જેથી કરીને ઘરની બહાર નીકળે તો તેણે ભારે નુકસાન સહન ન કરવું પડે. તમારી એક બેદરકારીના કારણે તમારું 23 હજાર રૂપિયા સુધીનું ચલણ કપાઈ શકે છે. આવો જાણીએ નવા નિયમો મુજબ તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારું વાહન તમારી જવાબદારી
રોડ પર નીકળતા પહેલા તમારે કેટલીક ખાસ વાતોનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. કારણ કે મોટાભાગના લોકો ભૂલી જાય છે કે તેમણે ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરવાનું છે. અત્રે જણાવવાનું કે નવા નિયમો મુજબ તમારા સ્કૂટરનું 23000 રૂપિયા સુધીનું ચલણ કપાઈ શકે છે. 


1. ડ્રાઈવિંગ લાઈસન્સ વગર સ્કૂટર ચલાવો તો 5000 રૂપિયા સુધીનો દંડ
2. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) વગર ગાડી ચલાવતા પકડાયા તો 5000 રૂપિયા સુધીનો દંડ
3. વીમા વગરની ગાડી પકડાય તો 2000 રૂપિયાનું ચલણ
4. એક પોલ્યુશન સ્ટાન્ડર્ડ તોડવા બદલ 10,000 રૂપિયાનો દંડ
5. હેલ્મેટ વગર ગાડી ચલાવતા પકડાઈ જાઓ તો 1000 રૂપિયાનો દંડ


Zee Media નું ડિજિટલની દુનિયામાં નવું સોપાન, દક્ષિણની 4 ભાષામાં આજે લોન્ચ થઈ નવી ચેનલ


નિયમિતપણે જો તમે આ વાતોનો ખ્યાલ રાખશો તો તમને કોઈ પરેશાની નહીં થાય. નવા ટ્રાફિક નિયમો વર્ષ 2019માં લાગૂ કરવામાં આવ્યા હતા. આવો જાણીએ શું કાર ચલાવતી વખતે ફોન પર વાત કરવાથી પણ ચલણ કપાય છે ખરું?


કાર ચલાવતી વખતે ફોન પર વાત કરો તો?
હકીકતમાં જો કોઈ વ્યક્તિ ડ્રાઈવ કરતી વખતે ફોન પર વાત કરી રહ્યો હોય તો ટ્રાફિક નિયમો મુજબ કોઈ પણ ટ્રાફિક પોલીસકર્મી તેનું ચલણ કાપી શકે નહીં. જો તમારી સાથે આવું થાય તો તમે કોર્ટમાં તેના વિરુદ્ધ અરજી દાખલ કરી શકો છો. નિયમો મુજબ વાહન ચલાવતી વખતે જો કોઈ વ્યક્તિ હેન્ડફ્રી કમ્યુનિકેશન ફીચરનો ઉપયોગ કરીને ફોન પર વાત કરી રહ્યો હોય તો તે દંડનીય અપરાધ ગણાશે નહીં. તેણે કોઈ દંડ પણ ભરવો પડશે નહીં. આ વાતની જાણકારી રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રીએ લોકસભામાં આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube