નવી દિલ્લીઃ હાલમાં જ ભારત સરકારે વધતા પ્રદૂષણ અને અકસ્માતોમાં થતા વધારા સહિતની વિવિધ બાબતોને ધ્યાનમાં રાખીને નવી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત કરી છે. આ પોલિસી હેઠલ દેશમાં 15 વર્ષથી વધારે જૂના વાહનોને રોડ પરથી દૂર કરીને તેમને સ્ક્રેપ એટલે કે ભંગારમાં તબ્દીલ કરવામાં આવશે. સૌથી પહેલા આ નીતિનો અમલ કેન્દ્ર અને રાજ્ય સરકારો રહેલા 15 વર્ષ અને તેથી વધારે જૂના વાહનો માટે કરાશે, જેનો અમલ એપ્રિલ 2022થી થશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના સચિવ ગિરિધર અરમાને કહ્યુ કે, વર્ષ 2023થી ભારે કોમર્શિયલ વ્હિકલને સ્ક્રેપમાં મોકલવામાં આવશે, જે તોએ ફિટનેસ સર્કિટિકેટ મેળવવામાં નાપાસ જાય તો. વ્યક્તિગત વાહનો માટે આ યોજનાને જૂન 2024થી લાગુ કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ નવી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસી હેઠલ 15 વર્ષ જૂના કોમર્શિયલ વ્હિકલ અને 20 વર્ષ જૂના પર્સનલ વાહન સ્ક્રેપિંગ માટે મોકલવાનો નિયમ છે,  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક કારને સ્ક્રેપિંગમાં મોકલતા કેટલો ફાયદો થશે?
મંત્રાલયની ગણતરી અનુસાર એક 15 વર્ષ જૂની મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયરને સ્કેપ કરવા અને તેના બદલે નવી કાર ખરીદવા પર 1,15,000 રૂપિયા સુધીનો ફાયદો થઇ શકે છે. સચિવના જણાવ્યા મુજબ વર્તમાનમાં જૂના વાહનની કિંમત 15,000 રૂપિયા છે,જે પોલિસી આવ્યા બાદ વધીને 40,000 રૂપિયા સુધી થઇ શકે છે. એક વાહનની સ્કેપ વેલ્યૂ તેની એક્સ-શોરૂમના 4-6 ટકા સુધી હોઇ શકે છે.    


નવી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીમાં લોકોને શું ફાયદો થશે?


વાહન માલિકને શું ફાયદો મળશે?
નવી પોલિસી હેઠળ સ્ક્રેપિંગ સર્ટિફિકેટ દેખાડતા નવી ગાડી ખરીદતા સમયે 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ગાડી સ્ક્રેપ કરાવતા કિંમતના 3-6 ટકા માલિકને આપવામાં આવશે. તેની સાથે જ નવી ગાડીના રજિસ્ટ્રેશનના સમયે રજિસ્ટ્રેશન ફી માફ કરવામાં આવશે.


શુ રોડ ટેક્સમાં કોઇ ફાયદો થશે?
નવી સ્ક્રેપ પોલિસી હેઠળ નવી ગાડી ખરીદશો તો રોડ ટેક્સમાં 3 વર્ષની માટે 25 ટકા સુધી ડિસ્કાઉન્ટની વાત કહી છે. રાજ્ય સરકાર પ્રાઇવેટ વાહનો પર 25 ટકા અને કોમર્શિયલ વાહનો પર 15 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી શકે છે.   


નવી પોલિસી હેઠળ કેટલાં વર્ષ સુધી વાહન ચલાવી શકાશે?
નવી સ્ક્રેપિંગ પોલિસીમાં ડીઝલ અને પેટ્રોલ સંચાલિત ખાનગી વાહનોને 20 વર્ષ સુધી ચલાવવાની મંજૂરી અપાઇ છે. 20 વર્ષ કરતા વધારે જૂના ખાનગી વાહનો જો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ જાય અથવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રિન્યૂ ન કરાવે તો 1 જૂન 2024થી ઓટોમેટિક રજિસ્ટ્રેશન સમાપ્ત થઇ જશે. ફિટનેસમાં નાપાસ થાય તો ગાડી સ્ક્રેપ કરાશે. અલબત્ત ખાનગી વાહનોને રિપેરિંગનો એક મોકો અપાશે. ત્યારબાદ પણ ફિટનેસમાં નાપાસ થાય તો ગાડી સ્ક્રેપ કરવામાં આવશે. 1 એપ્રિલથી 2023થી 15 વર્ષ જૂના કોમર્શિયલ વ્હિકલનું રજિસ્ટ્રેશન સમાપ્ત થઇ જશે.


કેવી રીતે જાણ થશે કે ગાડી સ્ક્રેપ થઇ ગઇ છે?
સરકારનું કહેવુ છે કે, ગાડીઓને સ્ક્રેપ કરવા માટે પીપીપી ધોરણે ઓટોમેટિક ટેસ્ટ સેન્ટર અને સ્ક્રેપ  સેન્ટર ખોલવામાં આવશે. કોઇ વાહન આ ઓટોમેટિક ટેસ્ટને પાસ કરવામાં નાપાસ રહે તો તેને રોડ પરથી દૂર કરાશે અથવા તોતિંગ દંડ ચૂકવવો પડશે.


નવી સ્ક્રેપ પોલિસીથી સરકારને શું ફાયદો થશે?
જ્યારે લોકો જૂન ગાડીઓ સ્ક્રેપ કરશે અને નવી ગાડીઓ ખરીદશે તો તેનાથી સરકારને વાર્ષિક લગભગ 40 હજાર કરોડની જીએસટી સ્વરૂપે આવક થશે. તેનાથી સરકારની આવકમાં પણ તોતિંગ વધારો થશે.


નવી સ્ક્રેપ પોલિસીમાં વિન્ટેજ કારોનું શુ થશે?
નવી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીમાં વિન્ટેજ કારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.


આ નવી સ્ક્રેપિંગ પોલિસીના દાયરામાં કેટલી ગાડીઓ આવશે?
આ નવી વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસીના દાયરામાં 20 વર્ષથી વધારે જૂની લગભગ 51 લાખ લાઇટ મોટર વ્હિકલ (એલએમવી) અને 15 વર્ષથી વધારે જૂના 34 લાખ અન્ય એલએમવી આવશે. તો હેઠળ 15 લાખ મીડિયમ અને હેવી મોટર વ્હિકલ પણ આવી જશે જે 15 વર્ષથી વધારે જૂના છે અને હાલમાં તેમની પાસે ફિટનેસ સર્ટિફિકેટ નથી.