નવી દિલ્લીઃ આ વર્ષે કોરોના મહામારીના કારણે ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓના પગાર કાપી લીધા. જોકે ઘણી કંપનીઓએ કોરનાની બીજી લહેર હોવા છતાં પોતાના કર્મચારીઓને પગાર વધારો આપ્યો છે. જો તમે આ વાતથી ખુશ છો તો તમારી આ ખુશી વધુ સમય સુધી નહીં રહે કેમ કે નવો વેબ કોડ (New Wage Code) અમલમાં આવ્યા બાદ તમારી ટેક હોમ સેલરી તો ઘટશે જ અને ટેક્સ પણ વધશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઝિક પગાર વધશે, ભથ્થામાં મૂકવો પડશે કાપ:
કોઈ કર્મચારીના Cost-to-company (CTC) માં ત્રણથી ચાર કંપોનેન્ટ હોય છે. બેઝિક પગાર, હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA),રિટાયરમેન્ટ બેનિફિટ્સ જેવુ કે PF,ગ્રેચ્યુટી, પેન્શન અને ટેક્સ બચાવવાવાળા ભથ્થા જેવા કે LTA અને એન્ટરટેનમેન્ટ એલાઉન્સ, હવે નવા કોડમાં એ નક્કી થયું છે કે, ભથ્થા કુલ પગારના 50 ટકાથી વધારે નહીં મળે. જો કોઈ કર્મચારીનો એક મહિનાનો પગાર 50,000 રૂપિયા છે તો તે કર્મચારીનો બેઝિક પગાર 25,000 રૂપિયા હોવો જોઈએ અને બાકીના 25,000 રૂપિયામાં કર્મચારીના ભથ્થા આવવા જોઈએ એટલે કે અત્યાર સુધી પગારમાં જે કંપનીઓ બેઝિક પગારમાં 25-30 ટકા રાખતી હતી અને બાકીનો ભાગ એલાઉન્સનો રહેતો હતો. તે હવે બેઝિક સેલરીના 50 ટકાથી ઓછી રાખી શકશે નહીં. આવામાં હવે કંપનીઓને નવા વેજ કોડના નિયમોના અમલ માટે ઘણા ભથ્થામાં કાપ મુકવો પડશે.


રિટાયરમેન્ટ માટે વધુ રૂપિયા ભેગા થશે:
પ્રોવિડેન્ટ ફંડ અને ગ્રેચ્યુટી સીઘી રીતે કર્મચારીઓના બેઝિક પગાર સાથે જોડાયેલા છે. બેઝિક પગાર વધવાથી પ્રોવિડેન્ટ ફંડ અને ગ્રેચ્યુટીનું યોગદાન પણ વધી જશે એટલે કે કર્મચારીનું રિટાયરમેન્ટ ફંડ તો વધશે પરંતુ તેમના હાથમાં પગાર ઓછો આવશે. કેમકે હવે એક મોટો ભાગ PF અને ગ્રેચ્યુટીમાં જશે. આ આખી પ્રકિયાને એક ઉદાહરણ સાથે સમજીએ. માની લો કે કોઈ એક કર્મચારીનો પગાર 1 લાખ રૂપિયા છે. તેનો બેઝિક પગાર 30,000 રૂપિયા છે. કર્મચારી અને કંપની બન્ને 12-12 ટકાનું યોગદાન PF માં આપે છે. એટલે બન્ને 3600 રૂપિયાનું યોગદાન કરે છે. તો કર્મચારીના હાથ પર મહિને 92800 રૂપિયા આવશે પરંતુ જ્યારે બેઝિક પગાર વધીને 50,000 રૂપિયા થશે ત્યારે આ હાથ પર 88000 રૂપિયા પગાર આવશે. પૂરા 4800 રૂપિયા દર મહિને કપાશે.


ટેક્સ પર પડશે અસર:
નવો વેજ કોડ અમલમાં આવ્યા બાદ કર્મચારીઓના પગાર સ્ટ્રક્ચરમાં ફેરફાર થશે. નવો વેજ કોડ લાગુ થવાથી વધુ પગાર ધરાવતા કર્મચારીને વધુ ટેક્સ ભરવો પડશે કેમકે તેમના દરેક ભથ્થાને CTC ના 50 ટકાની અંદર જ પતાવી દેવાના હશે. જોકે ઓછો પગાર ધરાવતા કર્ચારીઓને ઓછો ટેક્સ ભરવો પડશે,,, ઓછો પગાર ધરાવતા કર્મચારીઓનું PF માટે યોગદાન વધશે. તેને સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ સુધીના યોગદાન પર ટેક્સ ડિડકશન મળશે જેનાથી તેમને આપવો પડતો ટેક્સ ઘટશે.