Labor Code Rules: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સારા સમાચાર, 15,000 થી વધી 21,000 થઈ શકે છે બેસિક સેલેરી
Labor Code Rules: સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કર્યા બાદ હવે સરકાર ખાનગી કર્મચારીઓને ખુશખબર આપી શકે છે. 1 ઓક્ટોબરથી નવો શ્રમ કાયદો લાગૂ થઈ શકે છે.
નવી દિલ્હીઃ Labor Code Rules: ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યાં છે. ભારત સરકાર ખાનગી ક્ષેત્રના કર્મચાકીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત સરકાર 1 ઓક્ટોબરથી નવો લેબર કોડ લાગૂ કરી શકે છે. પ્રથમ તે માનવામાં આવી રહ્યું હતું કે નવો શ્રમ કાયદો 1 જુલાઈથી લાગૂ થઈ શકે છે. હવે તેને લાગૂ કરવા માટે 1 ઓક્ટોબરનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જો 1 ઓક્ટોબરથી નવો શ્રમ કાયદો લાગૂ થાય તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની બેસિક સેલેરી 15,000 રૂપિયાથી વધી 21000 રૂપિયા સુધી થઈ શકે છે.
હકીકતમાં શ્રમ સંગઠન તે માંગ કરી રહ્યાં હતા કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓની બેસિક સેલેરીનું સ્ટ્રક્ચર નવા શ્રમ કાયદાને લાગૂ થયા બાદ બદલી જશે. જો તેમ થાય છે તો તમારો પગાર વધી જશે. નવા શ્રમ કાયદા પ્રમાણે બેસિક સેલેરી કુલ સેલેરીના 50 ટકા કે તેનાથી વધુ હોઈ શકે છે. તેનાથી અનેક કર્મચારીઓના સેલેરીનું સ્ટ્રક્ચર બદલી જશે. પરંતુ તમારી ટેક હોમ સેલેરી ઘટી જશે, પીએફ અને ગ્રેચ્યુઇટી વધી જશે. નવા શ્રમ કાયદામાં શ્રમિક સંગઠન આ વાતનો વિરોધ કરી રહ્યાં હતા. તેની માંગ હતી કે કર્મચારીઓની બેસિક સેલેરી વધીને 21000 રૂપિયા કરવી જોઈએ.
આ પણ વાંચોઃ નોકરી જોઈન કરતાં જ મળશે BMW ની સુપરબાઈક અને દુબઈમાં વર્લ્ડકપ જોવાની તક!
સેલેરીને લઈને અનેક નિયમોમાં ફેરફાર
શ્રમ મંત્રાલય પ્રમાણે સરકાર આ નવા શ્રમ કાયદા વિશે 1 જુલાઈએ નોટિફિકેશન જારી કરવાની હતી. પરંતુ રાજ્યોની તૈયારીઓ ન હોવાને કારણે તેને સ્થગિત કરી 1 ઓક્ટોબર કરી દેવામાં આવ્યું છે. હવે તેને નક્કી તારીખ પર નોટિફાઇ કરવાનું છે. મહત્વનું છે કે સંસદે ઓગસ્ટ 2019માં ત્રણ કાયદામાં ફેરફાર કર્યો છે. જેને લઈને લેબર કોડ, ઔદ્યોગિક સંબંધ, સુરક્ષા અને કામ, હેલ્થ વર્કિંગ કંડીશન અને સામાજિક સુરક્ષા. આ નવા નિયમ સપ્ટેમ્બર 2020માં પાસ કરવામાં આવ્યા હતા.
નિવૃતિ પર મળશે મોટી રકમ
પીએફ અને ગ્રેચ્યુઇટીમાં વધારો થવા પર નિવૃતિ સમયે કર્મચારીઓને વધુ પૈસા મળશે. પરંતુ પીએફ અને ગ્રેચ્યુઇટી વધવાથી કંપનીઓનો ખર્ચ વધી જશે, કારણ કે કંપનીઓએ પોતાના કર્મચારીઓનું એટલું પીએફ જમા કરાવવું પડશે જે કર્મચારીનું અંશદાન હશેચ. તેનાથી કંપનીની બેલેન્સ શીટ પર અસર પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube