New Labour Code:  મોદી સરકાર નવા શ્રમ કાયદો લાવવા જઇ રહી છે. જો આ જુલાઇ (1 July 2022) થી લાગૂ થયો તો અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવું પડશે. તો બીજી તરફ કોન્ટ્રીબ્યૂશન (PF Contribution) પણ વધી જશે. પરંતુ આ નિયમ લાગૂ થયા બાદ ઇન હેન્ડ સેલરી ઓછી થઇ જશે. આવો જઍણીએ નવા લેબર કોડથી લાગૂ થયા બાદ શું બદલાઇ જશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબા સમયથી આ વાતની માંગ કરવામાં આવી રહી છે કે અઠવાડિયામાં ત્રણ દિવસની રજા હોય. નવો લેબર કોડ લાગૂ થયા બાદ અઠવાડિયામાં ફક્ત 4 દિવસ જ કામ કરવાનું રહેશે. પરંતુ દિવસમાં કામના કલાક 9 કલાકથી વધારી 12 કરી દેવામાં આવશે. જો કંપની 12 કલાકની વર્ક શિફ્ટને લાગૂ કરે છે તો તેને કર્મચારીઓને ત્રણ દિવસની રજા આપવી પડશે. એટલે કે અઠવાડિયામાં કર્મચારીઓને 48 કલાક કામ કરવું પડશે. તમને જણાવી દઇએ કે 12 કલાકની શિફ્ટમાં કર્મચારીઓને દિવસમાં બાર અડધા અડધા કલાકની રજા મળશે. 

G7 summit: માત્ર 12 સેકન્ડમાં જુઓ મોદીનો પ્રભાવ, મહાસત્તાના મહારથી સામે ચાલીને મળ્યા


નવા લેબર કોડ અનુસાર કર્મચારીના મૂળ વેતનનું કુલ વેતન 50% અથવા તેનાથી વધુ હોવું જોઇએ. જો આ થયું તો તમારું પીએફ કોન્ટ્રીબ્યૂશન વધી જશે. તેનાથી જ્યાં કર્મચારીઓની ભારે બચત થશે. તો બીજી તરફ ઇન હેન્ડ સેલરી ઓછી થઇ જશે. જોકે નવો લેબર કોડ લાગૂ થયા બાદ પેંશનની રકમમાં પન વધારો થશે. આ ઉપરાંત મેડિકલ ઇંશ્યોરેન્સ, ઇંસેટિવમાં પણ વધારો થઇ શકે છે. 


તમને જણાવી દઇએ કે તેને એક ઓક્ટોબર 2021 થી લગૂ કરવાનો હતો. પરંતુ ત્યારે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને જોતાં કેન્દ્ર સરકારે લાગૂ કર્યો ન હતો. એવામાં માનવામાં આવી રહ્યું છે કે સરકાર 1 જુલાઇથી તેને લાગૂ કરી શકે છે. જોકે આ બધી અટકળો જ છે. સરકાર તરથી તેને લાગૂ કરવાને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube