Salary વધવાની ખુશીને ટૂંક સમયમાં લાગી જશે ગ્રહણ! તમારી સેલેરી સ્લિપ બદલાવાની છે, જાણો શું છે સરકારનો પ્લાન
કોરોના મહામારીની બીજી લહેર પછી ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને સેલેરી વધારી છે, પરંતુ તમારી આ ખુશી પર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે.
નવી દિલ્હી: New Wage Code: કોરોના મહામારીની બીજી લહેર પછી ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને સેલેરી વધારી છે, પરંતુ તમારી આ ખુશી પર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જો તમને એવું લાગી રહ્યું છે કે સેલેરી વધવાના કારણે તમારી ટેક હોમ સેલેરી વધી ગઈ છે તો તમારા માટે આ ખુબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નવો વેજ કોડ (New Wage Code) લાગૂ થયા બાદ તમારી ટેક હોમ સેલેરી ઘટવાની સાથે તમારા ઉપર ટેક્સનો બોજો પણ વધી શકે છે.
ભથ્થાોમાં ઘટાડો કરવો પડશે
કોઈ કર્મચારીની Cost-to-company (CTC) માં ત્રણથી ચાર કંપોનેન્ટ હોય છે, જેમાં બેસિક સેલેરી, હાઉસ રેંટ એલાઉન્સ (HRA), રિટાયરમેન્ટ બેનેફિટ્સ જેવા PF, ગેચ્યુટી અને પેન્શન અને ટેક્સ બચાવવા માટે LTA અને એન્ટરટેઈનમેન્ટ એલાઉન્સ. હવે નવા વેતન કોડમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ભથ્થાં કોઈપણ કિંમતે કુલ પગારના 50%થી વધુ ન હોઈ શકે. આવી સ્થિતિમાં જો કોઈ કર્મચારીનો પગાર 50,000 રૂપિયા પ્રતિ માસ છે. તેથી તેનો મૂળ પગાર 25,000 રૂપિયા હોવો જોઈએ અને તેના ભથ્થાં બાકીના 25,000 રૂપિયામાં આવવા જોઈએ.
એટલે અત્યાર સુધી જે કંપનીઓ બેસિક સેલેરી 25-30 ટકા રાખે છે, અને બાકીનો હિસ્સો એલાઉન્સનો હતો, તે હવે બેસિક સેલેરી 50% થી નીચે રાખી શકશે નહીં. આવી સ્થિતિમાં, નવા વેતન કોડના નિયમોને લાગુ કરવા માટે કંપનીઓએ ઘણા ભથ્થામાં પણ કાપ મૂકવો પડશે.
રિટાયરમેન્ટ માટે વધુ રૂપિયા ભેગા થશે
પ્રોવિડેન્ટ ફંડ અને ગેચ્યૂટી સામાન્ય રીતે કર્મચારીની બેસિક સેલેરી સાથે જોડાયેલી હોય છે. બેસિક સેલેરી વધવાના કારણે બન્ને કંપોનેન્ટનું યોગદાન પણ વધી જશે. એટલે કર્મચારીનું રિટાયરમેન્ટ ફંડ તો વધશે પરંતુ તેની સાથે હાથમાં આવનાર સેલેરી પણ ઘટી જશે, કારણ કે હવે એક મોટો હિસ્સો PF અને ગ્રેચ્યૂટીમાં જશે. તેનું એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ.
માની લો કોઈ કર્ચચારીનો પગાર 1 લાખ રૂપિયા છે, તેની બેસિક સેલેરી 30,000 રૂપિયા છે. કર્મચારી અને કંપની બન્ને 12-12 પરસેંટનું યોગદાન PFમાં કરે છે. એટલે બન્ને 3600 રૂપિયાનું યોગદાન કરે છે. તો કર્મચારીની ઈન હેન્ડ સેલેરી થઈ 92800 રૂપિયા મહિનો. પરંતુ જ્યારે બેસિક પગાર વધીને 50,000 રૂપિયા થઈ જશે, ત્યારે ઈન હેન્ડ સેલેરી થઈ જશે 88000 રૂપિયા, એટલે કે 4800 રૂપિયા દર મહિને ઓછા થઈ જશે. એવી રીતે ગ્રેચ્યૂટીની રકમમાં પણ વધારો થશે.
ટેક્સ ઉપર પણ પડશે અસર
નવો વેજ કોડ લાગૂ થયા પછી કર્મચારીઓની સેલેરી સ્ટ્રક્ચર બદલાઈ જશે. આનાથી એવા કર્મચારીઓની ટેક્સનો ભાર વધશે જેમનો પગાર વધુ છે. કારણ કે તેમના તમામ ભથ્થાં CTCના 50 ટકાની અંદર સામેલ કરવાના રહેશે. જ્યારે ઓછી આવક ધરાવતા લોકોને ટેક્સમાં ઓછો ફટકો પડશે. પીએફમાં તેમનું યોગદાન વધશે, તેમને 1.5 લાખ સુધીના યોગદાન પર કલમ 80C હેઠળ કર કપાત મળશે, જે તેમની કર જવાબદારીમાં ઘટાડો કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube