PMVVY: જ્યારે પણ નોકરીની વાત આવે ત્યારે આપણે સરકારી નોકરી પર વધુ ભાર મૂકતા હોઈએ છીએ. કારણ કે ત્યાં સારા પેન્શનની તક હોય છે. જ્યારે પ્રાઈવેટ નોકરી કરનારા લોકો પાસે પેન્શનનો વિકલ્પ તો રહે છે પરંતુ ઘર ચલાવવા માટે આ રકમ બહું ઓછી પડતી હોય છે. આવામાં તમારે મોદી સરકારની આ યોજના વિશે ખાસ વિચારવું જોઈએ અને અરજી કરવી જોઈએ. જેનાથી તમે પણ વાર્ષિક ફિક્સ પેન્શનનો લાભ ઉઠાવી શકો છો. આ યોજનામાં તમે 31 માર્ચ 2023 સુધી જ અરજી કરી શકશો. જો તમે યોગ્ય સમયે રોકાણ કરશો તો વાર્ષિક 51000 રૂપિયા પેન્શનને પાત્ર બની શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાર્ષિક 51,000 રૂપિયા મળશે!
આ યોજનામાં જો પતિ અને પત્ની બંને અરજી કરશે તો તમારે પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં લગભગ 3 લાખ 7 હજાર રૂપિયા રકમ જમા કરાવવાની રહેશે. આ પ્રકારે તમારું કુલ રોકાણ 6 લાખ રૂપિયા 15 હજાર થશે. સરકાર આ યોજના પર વાર્ષિક 7.40 ટકા વાર્ષિક વ્યાજ આપે છે. આ પ્રકારે રોકાણ કરવા પર તમને વાર્ષિક 51 હજારનું પેન્શન પ્રાપ્ત થશે. આ પેન્શનને જો તમે માસિક રીતે લેવા ઈચ્છતા હોવ તો 41000 રૂપિયાની રકમ તમને દર મહિને પેન્શન તરીકે મળશે. 


10 વર્ષ બાદ મળશે પૂરા પૈસા
આ યોજનામાં તમે જેટલા પણ પૈસા જમા કરશો તે રકમ સરકાર 10 વર્ષ બાદ તમને પાછી આપી દેશે એટલે કે આ યોજનામાં તમારે ફક્ત 10 વર્ષ માટે જ રોકાણ કરવાનું હોય છે. ત્યારબાદ તમને દર મહિને કે વર્ષે જેમ તમે ઈચ્છશો તે પ્રકારે તમને પેન્શન આપવાનું શરૂ કરશે. જો તમે આ પોલીસીને વચ્ચે જ સરન્ડર કરશો તો આ યોજના હેઠળ તમને જેટલા પણ પૈસા રોકાણ કર્યા હશે તે તમને પાછા આપી દેવામાં આવશે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube