મોદી સરકારમાં બોગસ NGO થયા ઓછા, 13000 થયા બંધ અને વિદેશી દાન 40% ઘટ્યું
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, વિદેશી દાનમાં આશરે 40 ટકાનો ઘટાડો થયો છે. વિદેશી દાનને અધિનિયમિત કરનારા કાયદા એફસીઆરએ અધિનિયમના ઉલ્લંઘનને લઈને સરકાર તરફથી એનજીઓ એકમ વિરુદ્ધ કાર્યવાહી વચ્ચે વિદેશી દાનમાં ઘટાડો થયો છે.
નવી દિલ્હીઃ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનને વિદેશથી મળતા ડોનેશન નરેન્દ્ર મોદી સરકારની સખતીથી તેમાં છેલ્લા ચાર વર્ષમાં 40 ટકાનો ઘટાડો થયો છે. એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. વિદેશી કન્સલ્ટન્સી ફર્મ બેન એન્ડ કંપનીના એક રિપોર્ટ અનુસાર, મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ 13 હજારથી વધુ એનડીઓના લાઇસન્સ ગૃહ મંત્રાલય દ્વારા રદ્દ કરવામાં આવ્યા છે. માત્ર 2017માં આશરે 4800 એનજીઓના લાઇસન્સ રદ્દ થયા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, વિદેશી દાનમાં આશરે 40 ટકાનો ઘટાડો થયો છે. વિદેશી દાનને અધિનિયમિત કરનારા કાયદા એફસીઆરએ અધિનિયમના ઉલ્લંઘનને લઈને સરકાર તરફથી એનજીઓ એકમ વિરુદ્ધ કાર્યવાહી વચ્ચે વિદેશી દાનમાં ઘટાડો થયો છે. કાર્યવાહીમાં ઘણા સંગઠન વિભિન્ન બંધારણિય અધિકારોનું સંરક્ષણના કામ માટે ઉભા કરવામાં આવ્યા છે. આ સંગઠનોએ સરકારની કાર્યવાહી પર હોબાળો કર્યો અને તેને કાયદાકિય પ્રક્રિયાનો દુરૂપયોગ ગણાવ્યો હતો.
મોદી સરકારે ગત વર્ષે રિઝર્વ બેન્કના બોર્ડના સભ્ય નચિકેત મોચનો કાર્યકાળ ઓછો કરી દીધો હતો. મોર ભારતમાં બિલ એન્ડ મેલિન્ડા ગે્ટ્સ ફાઉન્ડેશનના નિયામક છે. રાષ્ટ્રીય સ્વયંસેવલ સંઘ સાથે જોડાયેલ સંગઠન સ્વદેશી જાગરણ મંચે મોરને હટાવવાનું અભિયાન ચલાવ્યું હતું. ફોર્ડ ફાઉન્ડેશન અને એમનેસ્ટી આંતરરાષ્ટ્રીય જેવા મોટા વિદેશી એનજીઓએ પણ સરકારની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.
આ દરમિયાન ખાનગી સમાજસેવી લોકોનું યોગદાન વધ્યું છે. કુલ પર્સનલ ફાઇનાન્સિંગ ફાઇનાન્સ વર્ષ 2014-15માં 60 હજાર કરોડ રૂપિયા હતું જે નાણાકિય વર્ષ 2017-18માં વધીને 70 હજાર કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું હતું. ભારતીય ઉદ્યોગ જગતે આ સમયગાળામાં કોર્પોરેટ સામાજીક જવાબદારી (CSR) હેઠળ 13 હજાર કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. સહ 12 ટકાની વૃદ્ધી દર્શાવે છે. આ સિવાય વ્યક્તિગત દાનકર્તાઓએ 43000 કરોડ રૂપિયા રહ્યું જે વૃદ્ધી દર્શાવે છે.