નવી દિલ્હીઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ કહ્યું છે કે, રાષ્ટ્રીય રાજમાર્ગો  (NH) ના ટોલ પ્લાઝા પર હવે વાહનોએ 10 સેકન્ડથી વધુ રાહ જોવી પડશે નહીં. તે માટે ઓથોરિટીએ દિશા-નિર્દેશ જારી કરી દીધા છે. NHAIના આ નિર્દેશો બાદ ટોલ પ્લાઝા (Toll Plaza) પર લાંબા સમય સુધી રાહ જોવામાંથી છૂટકારો મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 મીટરથી વધુ લાંબી લાઈન હશે તો ટોલ માફ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે પીક ઓવરમાં પણ ટોલ પ્લાઝા પર વાહનોને 10 સેકેન્ડથી વધુ રાહ જોવી પડશે નહીં. ટોલ પ્લાઝા પર 100 મીટરથી વધુ લાંબી વાહનોની લાઇનો થશે નહીં. કોઈપણ કારણે જો ટોલ પ્લાઝા પર 100 મીટરથી વધુ લાંબી લાઈનો થશે તો વાહનોને ટોલ ટેક્સ આપ્યા વગર ટોલ પ્લાઝામાંથી મુક્ત થવાની મંજૂરી હશે. 


દરેક ટોલ પર હશે આ પીળી લાઇન
NHAI ના નવા નિયમો પ્રમાણે દરેક ટોલ પ્લાઝા પર 100 મીટરનું અંતર દર્શાવવા માટે એક પીળી લાઇન કરવામાં આવશે. આવું દેશના દરેક ટોલ પ્લાઝા પર કરવામાં આવશે. NHAI  એ કહ્યું કે, આ ટોલ પ્લાઝા ઓપરેટરોની જવાબદારી નક્કી કરવા માટે કરવામાં આવી રહ્યું છે. NHAI અનુસાર, ફેબ્રુઆરી 2021થી 100 ટકા કેશલેસ ટોલિંગ થઈ ચુક્યું છે. દેશમાં વધતા ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ (ETC) ને ધ્યાનમાં રાખતા, એક કુશળ ટોલ સંગ્રહ સિસ્ટમ માટે આગામી 10 વર્ષોમાં કામ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube