નીરવ મોદીએ હોંગકોંગ અને દુબઈમાં પણ કર્યા છે ગોટાળા, થયો મોટો ખુલાસો
નીરવ મોદીના ગોટાળા માત્ર ભારત સુધી જ સિમિત નથી
નવી દિલ્હી : નીરવ મોદીના કૌભાંડ માત્ર ભારત સુધી જ સિમીત નહોતા. તેની કંપનીએ પંજાબ નેશનલ બેંકની મુંબઈની બ્રેન્ડી હાઉસ બ્રાન્ચ સિવાય હોંગકોંગ અને દુબઈ બ્રાન્ચોમાંથી પણ લોન ફેસિલિટીનો ફાયદો ઉપાડ્યો હતો. પંજાબ નેશનલ બેંકે તપાસ એજન્સીઓને જે ઇન્ટરનલ રિપોર્ટ સોંપી છે એ રિપોર્ટ પ્રમાણે નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડ લિમિટેડ હોંગકોંગ અને ફાયરસ્ટાર ડાયમંડ FZE દુબઈએ હોંગકોંગ અને દુબઈ બ્રાન્ચમાંથી પણ લોન લીધી હતી.
મધરાતે કપિલ શર્માની 'પત્ની' ફસાઈ વિચારી ન હોય એવી મુસીબતમાં !
નીરવ મોદીના કૌભાંડની તપાસ શરૂ થયા પછી અને 14000 કરોડ રૂ.નો ગોટાળો સામે આવતા બંને કંપનીઓને ઇશ્યૂ કરવામાં આવેલી ક્રેડિટ ફેસિલિટીને પાછી ખેંચી લેવામાં આવી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તપાસનું પરિણામ આવ્યા પછી નીરવ મોદી ગ્રૂપના અન્ય ખાતાઓ સાથેના ફ્રોડ ટ્રાન્ઝેક્શનનો મામલો સામે નથી આવ્યો જેના કારણે આ બંને એકાઉન્ટને ફ્રોડ જાહેર નથી કરવામાં આવ્યા.
ભારતમાં ગોટાળાના વિગતો જાહેર થયા પછી નીરવ મોદી ગ્રૂપની એક અન્ય કંપની અમેરિકાની ફાયરસ્ટાર ડાયમંડ ઇંકે ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં ન્યૂયોર્ક સાઉધર્થન બેંકરપ્સી કોર્ટમાં ચેપ્ટર 11 અંતર્ગત દેવાળિયા થવા માટે અરજી આપી હતી. પંજાબ નેશનલ બેંક પણ આ બેંકરપ્સી પ્રોસેસ સાથે જોડાઈ કારણ કે ફ્રોડનો સૌથી વધારે હિસ્સો અમેરિકા બેસ્ડ કંપની મારફતે મોકલવાની આશંકા હતી.
પંજાબ નેશનલ બેંકની આંતરિક તપાસના 162 પેજના રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. રિપોર્ટમાં આરોપ લગાવવામાં આ્વ્યો છે કે બ્રેડી હાઉસ બ્રાન્ચના કર્મચારીઓ દ્વારા હીરાના વેપારી નીરવ મોદી તેમજ તેના મામા મેહુલ ચોક્સીને અરબો ડોલરની ક્રેડિટ આપવા માટે નકલી લેટર ઓફ અંડરટેકિંગ્સ જાહેર કરવામાં આવ્યા હતા. આ મદદને કારણે દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ થયું.