નવી દિલ્હી : નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેંકને ચુનો લગાવવાના મામલામાં અમેરિકાની બેંકરપ્સી કોર્ટ તરફથી નિયુક્ત કરવામાં આવેલા એક્ઝામિનર જોન જે કાર્ને પોતાના રિપોર્ટમાં અનેક ખુલાસા કર્યા છે. તેણે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે હીરાના બિઝનેસમેન નીરવ મોદીની ફર્મ 'અ જૈફ ઇંક'ને નીરવની બહેન પૂર્વી મોદી નિયંત્રીત કરતી હતી. અંગ્રેજીના અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે બેંકરપ્સી કોર્ટના એક્ઝામિનરના રિપોર્ટમાં કરાયેલા ખુલાસા પ્રમાણે નીરવ મોદીના નિર્દેશ પ્રમાણે હીરા અને પૈસાની લેવડદેવડ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટનની એજન્સીઓએ કન્ફર્મ કર્યું છે કે નીરવ મોદી લંડનમાં જ છે. યુકે ઓથોરિટીએ ભારત સરકાર અને એજન્સીઓને જાણકારી આપી છે કે નીરવ મોદી લંડનમાં છે. મળતી માહિતી પ્રમાણે તે શરૂઆતથી જ લંડનમાં જ હતો પણ  જાણકારી ન હોવાના કારણે એજન્સીઓ એની અન્ય જગ્યાએ હોવાની સંભાવના ચકાસી રહી હતી. નીરવ મોદીના ઠેકાણાની ખબર પડતા જ CBIએ બ્રિટન સરકાર પાસે નીરવ મોદીના પ્રત્યાર્પણનો અનુરોધ કર્યો છે. 


નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીની તપાસ ભારતીય એજન્સીઓ કરી રહી છે. પંજાબ નેશનલ બેંકે તેમની સામે રૂ. 13,600 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવ્યા પછી આ તપાસ થઈ રહી છે. આ બંને ભારત છોડી જાન્યુઆરીમાં જતા રહ્યા હતા. આ પછીનાં થોડાં સપ્તાહોમાં તેમના અનેક કૌભાંડ પ્રકાશમાં આવ્યાં હતાં. નીરવ મોદી હાલ યુકેમાં તો ચોકસીએ એન્ટીગુઆ અને બર્મુડાની સિટિઝનશિપ લીધી છે. હાલમાં તે કેરેબિયન દેશમાં હોવાનું મનાય છે.


નીરવ મોદીએ નકલી લેટર ઓફ ક્રેડિટ મારફતે પંજાબ નેશનલ બેંક પાસેથી 4000 કરોડ રૂ. પોતાની ફર્મમાં ડાઇવર્ટ કર્યા છે એવો આરોપ છે. અમેરિકાની બેંકરપ્સી કોર્ટ તરફથી નિમણુંક કરાયેલા એક્ઝામિનર જોન જે કાર્નેના રિપોર્ટ પ્રમાણે નીરવની કંપની પાસેથી મળનારા 300 કરોડ રૂ.નું ટ્વિન ફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા અમેરિકાની રીટેલ જ્વેલરી કંપની બેલી, બેંક અને બિડલ (BBB Group)માં રોકાણ કર્યું છે. આ કંપનીને નીરવ મોદીએ 2009-10માં ખરીદી લીધી હતી. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...