નવી દિલ્હીઃ વસ્તુ તથા સેવા કર (GST) કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આજે મોડી રાત્રે રાજ્યોને જીએસટી ચુકવણી કરી દેવામાં આવશે. કેન્દ્રને સમ્પેનસેશન સેસથી મળેલા 20000 કરોડ રૂપિયાનું વિતરણ રાજ્યો વચ્ચે કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, બેઠકમાં કેન્દ્રના પ્રસ્તાવથી 20 રાજ્યો સહમત હતા. પરંતુ કેટલાક રાજ્યોએ પ્રસ્તાવને ઠુકરાવી દીધો. એક રીતે બેઠકમાં જીએસટી વળતરનો મુદ્દો ઉકેલી શકાયો નથી. નાણામંત્રીએ કહ્યું કે, આગળની બેઠકમાં ફરી વણઉકેલાયેલા મુદ્દા પર વાત થશે. 


કોરોના સંકટને કારણે આવી સ્થિતિ
નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યુ કે, અમે રાજ્યોને વળતરની રકમ આપવાથી ઇનકાર કરી રહ્યાં નથી. તેમણે કહ્યું કે, કોરોના સંકટને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. આવી સ્થિતિની પહેલા કોઈએ કલ્પના કરી નહતી. હાલનો સમય એવો નથી કે કેન્દ્ર સરકાર ફંડ પર કબજો કરી બેઠી છે અને આપવાનો ઇનકાર કરી રહી છે. ફંડ ઉધાર લેવું પડશે. 


Gold Rate Fall: ફરી ઘટ્યા સોના-ચાંદીના ભાવ, જાણો આજની કિંમત  


તેમણે કહ્યું કે, બિહારના નાણામંત્રી સુશીલ કુમાર મોદીએ સૂચન કર્યુ કે, ઉધાર લેવાના વિકલ્પ પર બધાએ ફરીથી મળીને વાત કરવી જોઈએ. તેથી 12 ઓક્ટોબરે ફરી મળશું અને આ સમસ્યા પર વાતચીત થશે. 


કમ્પનસેશન સેસ આગળ પણ યથાવત
તો બેઠકમાં નક્કી થયું કે લગ્ઝરી અને ઘણી અન્ય પ્રકારની વસ્તુઓ પર લાગનાર કમ્પનસેશન સેસને 2022થી પણ આગળ વધારવામાં આવશે. એટલે કે કાર, સિગારેટ જેવી પ્રોડક્ટ પર કમ્પનસેશન સેસ આગળ પણ લાગતો રહેશે, રાજ્યોને નુકસાનથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે તે જીએસટી લાગૂ થયા બાદ માત્ર પાંચ વર્ષ સુધી લાગવાનો હતો. 


શું છે વળતરનું ગણિત
રાજ્યોના આશરે 2.35 લાખ કરોડ રૂપિયાનું જીએસટી વળતર બાકી છે, પરંતુ કેન્દ્ર સરકારનું ગણિત તે છે કે તેમાંથી આશરે 97,000 કરોડ રૂપિયાનું નુકસાન જ જીએસટી લાગૂ થવાને કારણે છે, બાકી આશરે 1.38 લાખ કરોડ રૂપિયાના આવકનું નુકસાનકોરોના મહામારી અને લૉકડાઉનને કારણે છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube