GST કાઉન્સિલની બેઠક અગાઉ અર્થવ્યવસ્થા પર સરકારની મોટી જાહેરાત, કંપનીઓને કોર્પોરેટ ટેક્સમાં મળશે છૂટ
ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલ બેઠક અગાઉ નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે અનેક મોટી જાહેરાતો કરી. આ દરમિયાન તેમણે કંપની અને વેપારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ રજુ કર્યો.
નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આજે અનેક મોટી જાહેરાતો કરી. તેમણે ઘરેલુ કંપનીઓ અને નવી ઘરેલુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દરોકમાં ઘટાડાનો પ્રસ્તાવ રજુ કર્યો. ગ્રોથને પ્રમોટ કરવા માટે નાણા મંત્રીએ નવી ઘરેલુ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને 22% કર્યો છે. પરંતુ શરત એ છે કે કોર્પોરેટ્સે કોઈ પણ પ્રકારનું ઈન્સેન્ટિવ કે છૂટ ન લીધી હોય. નાણા મંત્રીની જાહેરાતોથી શેરબજાર ગુલબહાર થઈ ગયું છે. બજારમાં દિવાળી જેવી રોનક છે. લગભગ તમામ પ્રમુખ સેક્ટરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નાણા મંત્રીએ કોર્પોરેટ ઈન્ડિયા માટે 1.5 લાખ કરોડના રાહત પેકેજની પણ જાહેરાત કરી છે.
નાણા મંત્રીની જાહેરાતો...
1. સરકારે 1.5 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી.
2. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાનો પ્રસ્તાવ
3. MAT સંપૂર્ણ રીતે ખતમ કરવાની જાહેરા
4. ઈક્વિટી કેપિટલ ગેન્સ પર સરચાર્જ નહીં લાગે
5. FPIs પર કેપિટલ ગેન્સ ટેક્સ નહીં લાગે
6. કોઈ પણ પ્રકારની છૂટ વગર કોર્પોરેટ ટેક્સ 22%
7. સેસ અને સરચાર્જ સાથે 25.17% ટેક્સ
8. ઈક્વિટી કેપિટલ ગેન્સ પર સરચાર્જ નહીં લાગે
9. મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ટેક્સ ઘટશે
10. શેર બાયબેક પર 20% ટેક્સ નહીં લાગે