આત્મનિર્ભર રાહત પેકેજ પર નાણામંત્રીની છેલ્લી PC, જાણો કોને શું મળ્યું
20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર પેકેજ પર નિર્મલા સીતામરને પત્રકાર પરિષદ યોજીને પાંચમાં ભાગની માહિતી આપી હતી.
નવી દિલ્હીઃ આત્મનિર્ભર રાહત પેકેજને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમને આજે રવિવારે છેલ્લી પત્રકાર પરિષદ યોજી હતી. આ સતત પાંચમો દિવસ છે જ્યારે નાણામંત્રી પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી રહ્યાં છે. નિર્માલા સીતારમને શરૂઆતી ચાર દિવસ સાંજે 4 કલાકે પત્રકાર પરિષદ યોજી પરંતુ આજે સવારે 11 કલાકે પીસી કરી હતી. આ દરમિયાન લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લો પર તેમનું ફોકસ રહ્યું હતું.
- નિર્મલા સીતારમને જણાવ્યું કે, જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ જેની પાસે ઇન્ટરનેટ નથી તે સ્વયં પ્રભા ડીટીએચ ચેનલથી ભણી શકે છે. હાલ આવી ત્રણ ચેનલ છે, તેમાં 12 નવી ચેનલ જોડાશે.
- હેલ્થ સેક્ટરમાં ફેરફાર કરતા પબ્લિક હેલ્થના રોકાણને વધારવામાં આવશે. એવી ક્ષમતા તૈયાર કરવામાં આવશે જેથી આપાત સ્થિતિમાં પણ આપણે લડવા તૈયાર રહીએ. જિલ્લા સ્તરની હોસ્પિટલમાં ઇન્ફેક્શનથી થનારી બીમારી સામે લડવાની તૈયારી હશે. દેશભરમાં લેબ નેટવર્કને મજબૂત કરવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રમાં દરેક બ્લોકમાં પબ્લિક હેલ્થ લેબ બનાવવામાં આવશે.
- નિર્મલા સીતારમને જણાવ્યું કે, મનરેગા હેઠળ ફાળવેલ રકમમાં 40 હજાર કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેનાથી પ્રવાસી મજૂરોને રોજગાર મળશે. મનરેગાનું પહેલા બજેટ અનુમાન 61 હજાર કરોડ રૂપિયા હતું.
કોરોના કાળમાં ગરીબો માટે શું કર્યું
નાણામંત્રી નિર્મલા સીતરમને કહ્યું કે, દેશના 20 કરોડ જન-ધન ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 500-500 રૂપિયા મોકલવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ 6.81 કરોડ રસોઈ ગેસ ધારકોને ફ્રી સિલિન્ડર આપવામાં આવ્યા છે. આ સિવાય 2.20 કરોડ કન્સ્ટ્રક્શન મજૂરોને સીધા તેના ખાતામાં પૈસા આપવામાં આવ્યા છે.
નાણામંત્રી નિર્મલા સીતામરને કહ્યું કે, ગરીબોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારોએ પણ મજૂરો માટે વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે, લોકોને અનાજ આપીને મદદ કરવામાં આવી છે. દાળ પણ 3 મહિના પહેલા એડવાન્સમાં આપી દેવામાં આવી છે. FCI, NAFED અને રાજ્યોના મજબૂત પ્રયાસોની પણ પ્રશંસા કરુ છું જેણે લોજિસ્ટિકનો આટલો મોટો પડકાર હોવા છતાં આટલી મોટી માત્રામાં દાળ અને અનાજનું વિતરણ કર્યું છે. જનધન એકાઉન્ટ યોજનામાં 20 કરોડ લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 10025 કરોડ રૂપિયાની આ રકમ છે. 2.20 કરોડ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન વર્કરની પણ સહાયતા કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, ઈપીએફઓ દ્વારા લોકોની સહાયતા કરવામાં આવી છે. 6 કરોડ લોકોને ગેસનો બાટલો આપવામાં આવ્યો. દાળ અને અનાજ વધુ બે મહિના માટે ફ્રી આપવામાં આવ્યું છે. મજૂરોને લઈ જવા માટે જે ટ્રેન ખર્ચ થયો તેમાં 85 ટકા કેન્દ્ર સરકારે આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube