વોશિંગટનઃ અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણનું (Nirmala Sitharaman) એક નિવેદન ચર્ચામાં આવી ગયું છે. નબળા પડતા રૂપિયાને લઈને કરવામાં આવેલા સવાલ પર નિર્મલા સીતારમણે કહ્યું કે ડોલરની મજબૂતીને કારણે આ થઈ રહ્યું છે. નિર્મલા સીતારમણે ભારતીય અર્થવ્યવસ્થાના પાયાને મજબૂત ગણાવતા કહ્યું કે અમેરિકી ડોલરની મજબૂતી છતાં ભારતીય રૂપિયામાં સ્થિરતા છે. આ સાથે તેમણે કહ્યું કે દુનિયાના અન્ય ભાગની તુલનામાં ભારતમાં ફુગાવો ઓછો છે અને વર્તમાન સ્તર પર તેનો સામનો કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્મલા સીતારમણે અહીં સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કહ્યું- ભારતીય અર્થવ્યવસ્થાના પાયો સારે છે. વ્યાપક આર્થિક પાયો પણ મજબૂત છે. વિદેશી મુદ્રા ભંડાર પણ સારો છે. હું હું વારંવાર કહી રહી છું કે ફુગાવો પણ તે સ્તર પર છે જેનો સામનો કરવો સંભવ છે. તેમણે કહ્યું કે, ફુગાવો છ ટકા નીચે આવી જાય, તે માટે સરકાર પણ પ્રયાસ કરી રહી છે. સીતારમણે બે આંકડાના ફુગાવાવાળા તુર્કી જેવા ઘણા દેશોના ઉદાહરણ આપતા કહ્યું કે બીજા દેશ બહારના કારણોથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું- બાકી દુનિયાની તુલનામાં અમારી સ્થિતિને લઈને અમારે સજાગ રહેવું પડશે. હું નાણાકીય ખાધને લઈને પૂરી રીતે સતર્ક છું. 


આ પણ વાંચોઃ 5 રૂપિયાની આ ખાસ નોટ તમને બનાવી શકે છે માલામાલ, હોવું જોઈએ આ નિશાન


રૂપિયો નીચે આવવા સાથે જોડાયેલા એક સવાલ પર નાણામંત્રીએ કહ્યું કે, ડોલરની મજબૂતીને કારણે આ થઈ રહ્યું છે. તેમણે કહ્યું- મજબૂત થતા ડોલરની સામે અન્ય મુદ્રાઓનું પ્રદર્શન પણ ખરાબ થઈ રહ્યું છે પરંતુ મારો ખ્યાલ છે કે અન્ય ઉભરતી બજારોની મુદ્રાની તુલનામાં ભારતીય રૂપિયાએ સારૂ પ્રદર્શન કર્યું છે. વધતી જતી વેપાર ખાધના મુદ્દે નાણામંત્રીએ કહ્યું કે, તેનો અર્થ એ છે કે અમે નિકાસ કરતાં વધુ આયાત કરીએ છીએ. અમે એ પણ જોઈ રહ્યા છીએ કે શું આ અપ્રમાણસર વધારો કોઈ એક દેશના કિસ્સામાં થઈ રહ્યો છે.


વાણિજ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે 2021-22માં ચીન સાથે ભારતની વેપાર ખાધ વધી હતી અને 2022-23માં પણ આ અંતર વધતું રહ્યું હતું. 2021-22માં વેપાર ખાધ $72.9 બિલિયન હતી, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 29 બિલિયન વધુ છે. 2020-21માં વેપાર ખાધ $48.6 બિલિયન હતી.


નિર્મલાના નિવેદન પર ભારતમાં પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નિર્મલાના આ નિવેદન પર કટાક્ષ કર્યો છે. તેણે આ અંગે એક ટ્વિટ પણ કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube