Video : નીતા અંબાણીને દીકરાની સગાઈનો ભારે હરખ, કર્યો ટીનેજરને પણ ઝાંખો પાડે એવો ડાન્સ
28 જૂને એન્ટિલિયામાં પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું
નવી દિલ્હી : બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરી આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની ભવ્ય સગાઈ 30 જૂન, 2018ના દિવસે છે. હાલમાં પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડની ટોચની હસ્તીઓએ હાજરી આપી હતી. આકાશે બાળપણની મિત્ર શ્લોકાને ગોવામાં 24 માર્ચ, 2018ના દિવસે પ્રપોઝ કર્યું હતું. આ પ્રસંગ વખતે આખો પરિવાર હાજર હતો અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આકાશ અને શ્લોકાના લગ્ન ડિસેમ્બરમાં મુંબઈ ખાતે યોજાવાની ધારણા છે. 28 જૂનના રોજ એન્ટિલામાં યોજાયેલી તેમની પ્રી એંગેજમેન્ટ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, કરણ જોહર, રણબીર કપૂર અને શાહરૂખ ખાન જેવા અનેક મોટા બોલિવૂડ સ્ટાર પહોંચ્યા હતા. આ ફંક્શનમાં નીતા અંબાણીએ ટીનેજરને પણ શરમાવે એવી એનર્જીથી જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
અમદાવાદમાં ધોળે દિવસે યુવતી પર કમકમાટીભર્યો રેપ, વિગતો જાણી હલી જશો
બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...