નવી દિલ્હીઃ Nita Mukesh Ambani Cultural Centre: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ની થયેલી શરૂઆત મીડિયામાં છવાયેલી છે. અંબાણી પરિવાર તરફથી આયોજીત આ કાર્યક્રમની ભવ્યતા અને મહેમાનોનું સ્વાગત મીડિયામાં ચર્ચાનો વિષય બનેલો છે. આ પ્રોગ્રામની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાંથી એક ફોટોમાં મિઠાઈ 500 રૂપિયાની નોટ સાથે જોવા મળી રહી છે. ફોટોમાં જોવા મળી રહેલી વસ્તું દૌલત કી ચાટ હોવાનું સામે આવ્યું છે. તેને ઉત્તર ભારતમાં ખુબ પસંદ કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટ, રાજકારણ અને બોલિવૂડ જગતની હસ્તીઓએ આપી હાજરી
NMACC લોન્ચ કાર્યક્રમ દરમિયાન, ફોટામાં દેખાતી સ્વીટ ડીશ સાથે રૂ. 500ની નોટો મૂકવામાં આવી હતી. આ નોટો સાથે પાર્ટીમાં આવનાર મહેમાનોને આ વાનગી પીરસવામાં આવી હતી. કદાચ તમે પણ પહેલીવાર ફોટો જોઈને ચોંકી જશો. પરંતુ તમને જણાવી દઈએ કે આ 500 રૂપિયાની વાસ્તવિક નોટો નથી. મુંબઈના Jio વર્લ્ડ સેન્ટર ખાતે 1લી એપ્રિલે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ની લોન્ચિંગ પાર્ટીના અવસર પર બોલિવૂડ-હોલીવુડની સાથે સાથે ક્રિકેટ અને બિઝનેસ જગતની અનેક હસ્તીઓ હાજર રહી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube