નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સામે લડત આપી રહેલા નાના વેપારીઓ, બિઝનેસમેન જો ઈચ્છે છે કે પૈસા તેમની પાસે આવે તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)ની વાત ધ્યાનમાં લો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારની પાસે વિભિન્ન ઈન્ડસ્ટ્રી એસોસિએશન અને નાના વેપારીઓ રાહત મેળવવા માટે પહોંચી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમને કેટલાક ઉપાય જણાવી રહ્યા છે જેનાથી તેમને પૈસા પણ મળશે અને વેપાર વધારવામાં મદદ મળશે.


નીતિન ગડકરીના જણાવ્યા મુજબ, દેશમાં ઘણા વેપારીઓ, ઉદ્યોગપતિઓ છે જેમને દરરોજ ડોલરની જરૂર પડે છે અથવા તેમનો ધંધો ડોલર વગર ચાલતો નથી અથવા ડોલરમાં આવક થાય છે.


આવી સ્થિતિમાં નીતિન ગડકરી સલાહ આપી રહ્યા છે કે, જ્યારે પણ તેઓ લોન લે છે ત્યારે તેમણે ડોલરમાં લોન લેવી જોઈએ. ઘણી બેંકો ડોલરમાં લોન આપે છે. આમ કરવાથી બે ફાયદા થશે, એક ડોલર સામે રૂપિયાના ઘટવા વધવાની ચિંતા રહેશે નહીં, બીજું, બેંકો ઓછા વ્યાજ દરે ડોલરમાં ધિરાણ આપે છે. ઉદાહરણ તરીકે, કેટલીક બેંકો લગભગ 4 ટકાના વ્યાજ દરે લોન આપે છે. જ્યારે લોન પરત કરવાનો સમય આવે, ત્યારે તે ડોલરમાં પાછી આપવામાં આવે. તેમનાથી તેમને મોટો ફાયદો થશે.


આ ઉપરાંત નીતિન ગડકરીના જણાવ્યા મુજબ નાના વેપારીઓ અથવા ઉદ્યોગપતિઓએ તેમની બેલેન્સશીટ સ્પષ્ટ રાખવી જોઈએ અને ટર્નઓવર છુપાવવું જોઈએ નહીં, ટેક્સનો હિસાબ ક્લિયર હોવા જોઈએ અને ત્યારબાદ કેપિટલ માર્કેટમાં જવું જોઈએ.


આવી સ્થિતિમાં, કંપનીના સ્પષ્ટ કાર્યને જોઈને, તમને કેપિટલ માર્કેટમાંથી ઘણાં પૈસા મળી શકે છે. રોકાણકારો તમારી વિશ્વસનીયતા જોઈને નાણાં રોકાણ કરવા તૈયાર થઈ જાય છે. જે વ્યવસાયના વિકાસમાં ફાળો આપે છે. જો કંપનીનું રેટિંગ સારું રહેશે તો વધારે ફાયદો થશે. ગડકરીના મતે મોટી કંપનીઓ પણ દેખાય છે, તે કેપિટલ માર્કેટમાં ગયા પછી તેઓ નાનીથી મોટી થઈ ગઈ છે.


ત્યારે નાની કંપનીઓ માટે એક અલગ સ્ટોક એક્સચેન્જ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જોકે નાની કંપનીઓ હજુ પણ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય છે, પરંતુ અલગથી સ્ટોક એક્સ્ચેન્જમાંથી નાની કંપનીઓને રોકાણકારો પાસેથી નાણાં મેળવવામાં સરળતા રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube