RBI Monetary Policy: હોમ લોન સસ્તી નહીં થાય!, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં
RBI Monetary Policy: RBI ની મોનિટરી પોલીસી કમિટીએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નવી દિલ્હી: RBI Monetary Policy: RBI ની મોનિટરી પોલીસી કમિટીએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. MPC ની બેઠક બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે MPC ના તમામ સભ્યોએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. તમામ સભ્યો વ્યાજદરમાં કોઈ પણ પ્રકારના ફેરફારના પક્ષમાં નહતા.
RBI ના આ નિર્ણય બાદ રેપો રેટ 4ટકા યથાવત રહેશે. આ એ રેટ હોય છે જેના પર બેન્ક રિઝર્વ બેન્ક પાસેથી કરજ લે છે. રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા યથાવત છે. આ એ રેટ છે જેના પર બેન્ક પોતાના પૈસા રિઝર્વ બેન્ક પાસે રાખે છે. MSF અને બેન્ક દરોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.
AC નું વજન 1000-2000 કિલો તો હોતું નથી, તો પછી તેને 1 ટન-2 ટનનું એસી કેમ કહેવાય છે?
મકાન ભાડે ચડાવવા માટે નવા નિયમો, હવે ફક્ત આટલા ટકા જ ભાડું વધારી શકાશે
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube