નવી દિલ્હી: નવા વર્ષે કેન્દ્ર સરકાર પોતાની એક ખાસ સ્કીમ બંધ કરવા જઇ રહી છે. એવામાં જો તમે પણ જો આ સ્કીમનો લાભ લેવા માંગો છો તો તેના માટે બસ દિવસ જ બાકી છે. જો તમે કોઇ સર્વિસ ટેક્સ (Service Tax) અથવા એક્સાઇઝ ડ્યૂટી (Excise Duty) સંબંધિત વિવાદ સાથે જોડાયેલા છે તો તમારા માટે સારું રહેશે કે 31 ડિસેમ્બર 2019 પહેલાં તેના સમાધાન માટે રજિસ્ટ્રેશન કરાવી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે મિડીયા રિપોર્ટ્સમાં સરકારી સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે નાણા મંત્રાલય (Ministry of Finance) 'સબકા વિશ્વાસ સ્કીમ'ની અંતિમ અવધિને આગળ વધારશે નહી. તમને જણાવી દઇએ કે એવા વિવાદોને ઉકેલવા માટે નાણા મંત્રાલયે આ સ્કીમને શરૂ કરી હતી, જેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2019 છે.  


નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ નાણાકીય વર્ષ 2019-20 સામાન્ય બજેટમાં આ સ્કીમની શરૂઆત કરી હતી. આ યોજના પાછળ મંત્રાલયનો હેતુ હતો કે બાકી રકમને કેટલાક અંશે રાહત આપીને આ પ્રકારના તમામ વિવાદોનો ઉકેલ લાવી શકાય. સરકારે આ યોજનાને 1 સપ્ટેમ્બર 2019 થી ફક્ત 4 મહિના માટે લાગૂ કરી હતી. 


સ્કીમની અવધિ નહી વધારે સરકાર
આ સ્કીમની અવધિ હવે લગભગ ખતમ થવાની છે, એવામાં હવે અધિકારીઓના હવાલેથી કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સરકાર આ સ્કીમની અવધિને વધારશે નહી. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારી પાસે 31 ડિસેમ્બર 2019 સુધી અંતિમ તારીખ છે. 


આ સ્કીમ હેઠળ સરકારને અત્યાર સુધી કુલ 55,693 અરજી મળી છે, જેમાં કુલ 29,557.3 કરોડ રૂપિયાના ટેક્સ વિવાદ જોડાયેલો છે. જ્યારે નાણામંત્રાલ્યે આ યોજનાને લોન્ચ કરી હતી ત્યારે, તેના સાથે જોડાયેલા 1.83 લાખ ટેક્સ વિવાદ જોડાયેલા હતા, જેમાં લગભગ 3.5 લાખ કરોડ રૂપિયા ફસાયેલા પડ્યા છે. 


સબકા વિશ્વાસ સ્કીમ હેઠળ ટેક્સપેયર્સને પેન્ડીંગ ટેક્સ પર 40 થી 70 ટકા સુધી છૂટ મળી શકે છે. સાથે જ વ્યાજ અને દંડ ચૂકવવામાં પણ રાહત મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube