નવી દિલ્હીઃ હોસ્પિટલમાં બેડ પર જીએસટી લવાવવાના નિર્ણય પર નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં સ્પષ્ટતા કરી છે. નાણામંત્રીએ કહ્યું કે હોસ્પિટલના બેડ કે આઈસીયૂ પર કોઈ ટેક્સ લગાવવામાં આવ્યો નથી. પરંતુ માત્ર એવી હોસ્પિટલના રૂમ જેનું ભાડુ 5000 રૂપિયા પ્રતિ દિવસ છે, માત્ર તેના પર જીએસટી લગાવવામાં આવ્યું છે. રાજ્યસભામાં મોંઘવારી પર ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રીએ આ વાત કહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલોમાં સારવાર મોંઘી થઈ ગઈ છે. હકીકતમાં 28 અને 29 જુને જીએસટી કાઉન્સિલની 47મી બેઠકમાં જેનું ભાડું પાંચ હજાર રૂપિયા પ્રતિ દિવસથી વધુ છે, તેના પર 5 ટકા જીએસટી લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે 18 જુલાઈ, 2022થી લાગૂ થઈ ગયો છે. પરંતુ જીએસટી કાઉન્સિલના આ નિર્ણયની ખુબ આલોચના થઈ રહી છે. એટલે નાણામંત્રીએ સફાઈ આપી છે. 


આ પણ વાંચોઃ ઓગસ્ટ મહિનાનો શાનદાર પ્રારંભ, મોદી સરકાર માટે એક બાદ એક આવ્યા 5 ગુડ ન્યૂઝ


મોંઘી થશે સારવાર
હેલ્થકેર ઈન્ડસ્ટ્રીથી લઈને હોસ્પિટલ એસોસિએશન અને બીજા સ્ટેકહોલ્ડર્સ સતત સરકારના આ નિર્ણયને પરત લેવાની માંગ કરતા રહ્યાં છે. તેમનું કહેવું છે કે હોસ્પિટલના બેડ પર જીએસટી લગાવવાના નિર્ણયને કારણે લોકો માટે સારવાર કરાવવી મોંઘી થશે. સાથે હેલ્થકેર ઇન્ડસ્ટ્રીની સાથે કમ્પ્લાયન્સ સાથે જોડાયેલા મુદ્દા ઉભા થઈ જશે કારણ કે હેલ્થકેર ઇન્ડસ્ટ્રીને અત્યાર સુધી જીએસટીથી છૂટ મળેલી હતી. 


જીએસટી લગાવવાની અસર
માની લો કે એક દિવસના હોસ્પિટલના બેડનું ભાડુ 5000 રૂપિયા છે તો તેના પર 250 રૂપિયા જીએસટી ચુકવવો પડશે. જો કોઈ દર્દી હોસ્પિટલમાં બે દિવસ સુધી રહે તો તેણે રૂમ ભાડાના 10 હજાર રૂપિયાની સાથે 500 રૂપિયા જીએસટી ચુકવવો પડશે. જેટલા દિવસ દર્દીએ હોસ્પિટલમાં રહેવું પડશે એટલી સારવાર મોંઘી થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube