5 નહી પણ સાડા 6 લાખ રૂપિયા સુધી ટેક્સરૂપે નહી ભરવી પડે ફૂટી કોડી, ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી છૂટ
સામાન્ય કરદાતા અથવા તો એમ કહીએ કે ઓછી કમાણી કરનાર જે ટેક્સના બોજા હેઠળ દબાયેલ છે, તેમને ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી છૂટ આપવામાં આવી છે. આમ તો સરકારે પાંચ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદાને ટેક્સ ફ્રી કરી દીધી છે.
નવી દિલ્હી: સામાન્ય કરદાતા અથવા તો એમ કહીએ કે ઓછી કમાણી કરનાર જે ટેક્સના બોજા હેઠળ દબાયેલ છે, તેમને ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી છૂટ આપવામાં આવી છે. આમ તો સરકારે પાંચ લાખ રૂપિયા સુધીની આવક મર્યાદાને ટેક્સ ફ્રી કરી દીધી છે. પરંતુ જો તમે LIC, મેડિકલ, પીએફમાં રોકાણ કરો છો, તો તમને પુરેપુરા 6.50 લાખ રૂપિયા સુધી કોઇ ટેક્સ ભરવો નહી પડે. સરળ ભાષામાં કહીએ તો પહેલાં પાંચ લાખ રૂપિયાની કમાણી પર જો તમે 13 હજાર રૂપિયાનો ટેક્સ ચૂકવત હતા, તે હવે ઝીરો (0) થઇ ગયો છે.
Budget 2019: સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત, પેંશન માટે વધાર્યું સરકારી યોગદાન, બોનસ પણ મળશે
બજેટમાં મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક - ખેડૂતો માટે મોટી યોજનાની જાહેરાત, ખાતામાં સીધા મળશે 6000 રૂપિયા
મોદી સરકારની 'સિક્સર'
મકાનના ભાડા પર લાગનાર ટેક્સ ડિડક્શનની સીમા 1 લાખથી વધારીને 2.5 લાખ કરી દેવામાં આવી છે
40 હજાર સુધીના વ્યાજ પર કોઇ ટેક્સ નહી લાગે
સ્ટાડર્ડ ડિડક્શન 40 હજારથી વધીને 50 હજાર કરવામાં આવ્યું
ત્રણ કરોડથી વધુ મધ્યમવર્ગી લોકોને લાભ મળશે.
શું છે હાલનો ટેક્સ સ્લેબ
વાર્ષિક આવક | હાલનો ટેક્સ |
0-2.5 લાખ રૂપિયા | 0% |
2.5-5 લાખ રૂપિયા | 5% |
5-10 લાખ રૂપિયા | 20% |
10 લાખથી ઉપર | 30% |
બજેટ 2019: બજેટને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કર્મચારીઓને મળશે પેંશન
2019ના બજેટમાં સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ માટે ન્યૂ પેંશન સ્કીમ લાગૂ કરવામાં આવી છે. નવી પેંશન સ્કીમમાં સરકારના યોગદાનને 4 ટકાથી વધારીને 14 ટકા કરી દેવામાં આવ્યું છે. જે લોકો 21 હજાર રૂપિયા દર મહિને કમાઇ છે તેમને બોનસ મળશે. આ બોનસ 7 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. સાતમા પગર પંચના રિપોર્ટ બાદ તેની ભલામણોને જલદી લાગૂ કરી દેવામાં આવી.
ગ્રેજ્યુટીમાં મોટો ફાયદો
ગ્રેજ્યુટીની સીમા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. દરેક શ્રમિક માટે ન્યૂનતમ પેંશન હવે એક હજાર રૂપિયા થઇ ગયું છે.
નવી પેંશન યોજના શરૂ
યોજનામાં દર મહિને 55 રૂપિયા આપવા પડશે. રિક્શા અને કચરો વિણનારાઓને પણ આ સ્કીમનો ફાયદો મળશે. 60 વર્ષ પુરા થયા બાદ દર મહિને 3000 રૂપિયા મળશે. આ પેંશન યોજના આ નાણાકીય વર્ષથી શરૂ થશે.