Aadhar card નવી દિલ્હી: UIDAI એટલે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આધાર કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. UIDAIએ સ્કૂલ કાર્ડ, મુખ્ય અધ્યાપક, કાઉન્સિલર, ધારાસભ્ય અને સાંસદના પત્રથી બનનારા બાળકો અને મોટાના આધાર કાર્ડ પર હવે પ્રતિબંધ લગાવી દીધો છે. હવે 0થી 5 વર્ષ સુધીના બાળકોના આધાર કાર્ડ જન્મ પ્રમાણ પત્ર અને 5 વર્ષથી ઉપરના માટે સરકારી પ્રમાણપત્રથી જ આધાર કાર્ડ બનશે. 26 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ થઈ ગયો છે. તેનાથી કરોડો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવા નિયમ પ્રમાણે જન પ્રતિનિધિઓનો પત્ર માત્ર સત્યતા ચકાસવાના કામમાં આવશે. આધાર કાર્ડમાં સતત ફર્જીવાડાના કેસ સામે આવી રહ્યા હતા. તેના આધારે UIDAI એ નિયમોમાં ફેરફાર કર્યો છે. પહેલાંથી 0થી 5 વર્ષ સુધીના બાળકોના આધાર કાર્ડ સરળતાથી બની જતા હતા. બાળકોના જન્મ પ્રમાણપત્રની પરિજનોને કોઈ જરૂરિયાત રહેતી ન હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જન્મ પ્રમાણપત્ર અને રહેણાંકના પુરાવાથી બનશે પ્રમાણપત્ર:
સ્કૂલ કાર્ડ, સ્કૂલના પ્રિન્સિપાલ કે જન પ્રતિનિધિ UIDAIના એક ફોર્મની ચકાસણી કરતા હતા. તે ફોર્મની સાથે માતા-પિતાનું આધાર કાર્ડ અટેચ કરતા હતા અને બાળકનું આધાર કાર્ડ બની જતું હતું. 5થી 18 વર્ષના આધાર કાર્ડમાં પણ આ નિયમ હતો. પરંતુ આ પ્રક્રિયા પર 26 જાન્યુઆરીથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે 0થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર અને રહેણાંકના પુરાવાથી જ બનાવવામાં આવે છે. 5 વર્ષથી વધારે ઉંમરના બાળકોને સરકારી પ્રમાણપત્રની જરૂરિયાત રહે છે. જેમાં ભારતીય પાસપોર્ટ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, સરકારી સેવાનું ઓળખ પત્ર, સ્વતંત્રતા સેનાનીનું ઓળખ પત્ર, પેન્શનર ફોટો આઈડી, સરકારી મેડિક્લેમ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, એસસી, મેરેજ સર્ટિફિકેટ, એસટી, ઓબીસી પ્રમાણપત્ર, માન્યતા પ્રાપ્ત બોર્ડ અને યુનિવર્સિટીમાંથી આપવામાં આવેલ માર્કશીટ જ માન્ય છે. તેના પછી જ આધાર કાર્ડ આપવામાં આવશે.


સરનામામાં સંશોધન માટે આ ડોક્યુમેન્ટની જરૂરિયાત:
આ સિવાય આધાર કાર્ડમાં સરનામું સંશોધન કરવા માટે અરજદારોને પરેશાન થવાની કોઈ જરૂરિયાત નથી. તે કાઉન્સિલર, ધારાસભ્ય, સાંસદ, મામલતદાર કે કોઈ રાજકીય અધિકારી દ્વારા ચકાસવામાં આવેલ સ્ટાન્ડર્ડ ફોર્મનો ઉપયોગ કરી શકો છો. 0થી 18 વર્ષ સુધીના અરજદારોને આધાર કાર્ડમાં નોંધાયેલ જન્મ તારીખમાં ફેરફાર માટે સત્તાવાર જન્મ પ્રમાણપત્ર જરૂરી છે. એક આધાર સેવા કેન્દ્રના મેનેજરે જણાવ્યું કે 26 જાન્યુઆરીથી UIDAIના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 0થી 5 વર્ષના બાળકનું આધાર કાર્ડ જન્મના પ્રમાણ પત્ર વિના બની શકતું નથી. સ્કૂલનું આઈકાર્ડ, પ્રિન્સિપાલ અને જન પ્રતિનિધિઓ દ્વારા ચકાસવામાં આવતા ફોર્મને બંધ કરી દેવામાં આવ્યું છે. 5 વર્ષથી ઉપરના બાળકો માટે આધાર કાર્ડમાં સરકારી દસ્તાવેજ જ માન્ય છે.