નવી દિલ્હીઃ રેલ યાત્રિકોને ઝડપથી પોતાના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે રેલ મંત્રાલયે (Indian Railway) મોટો પ્લાન બનાવ્યો છે. તેના અનુસાર, મેલ/એક્સપ્રેસ ગાડીઓને 130 કિલોમીટરથી લઈને 160 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચલાવવાની રેલવે તૈયારી કરી રહ્યું છે. આ ઝડપથી ચાલતી ટ્રેનોમાં NON-AC કોચ એટલે કે સ્લીપર અને જનરલ કોચ હશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના 130 કિમી પ્રટિ કલાક કે તેનાથી વધુની ગતિથી ચાલવા પર નોન-એસી કોચ ટેકનિકલ સમસ્યા ઉભી કરે છે. તેથી આ પ્રકારની બધી ટ્રેનોમાંથી સ્લીપર કોચને સમાપ્ત કરી દેવામાં આવશે. લાંબા રૂટની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં હાલ 83 એસી કોચ લગાવવાનો પ્રસ્તાવ છે. 


પરંતુ તેનો અર્થ તે નથી કે હવે નોન એસી કોચ હશે નહીં. હકીકતમાં નોન એસી કોચ વાળી ટ્રેનની ગતિ એસી કોચ વાળી ટ્રેનોના મુકાબલે ઓછી હશે. જાણકારી પ્રમાણે એસી ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે. આ બધુ કામ તબક્કાવાર રીતે કરવામાં આવશે, સાથે નવા અનુભવોથી બોધપાઠ લેતા આગળની યોજના બનાવવામાં આવશે. 


આ ટ્રેનોમાંથી જનરલ અને સ્લીપર કોચ હટાવશે રેલવે
રેલ મંત્રાલયના પ્રવક્તા ડી.જે નાયારણે કહ્યુ કે, આ પ્રકારની રેલગાડીઓમાં ટિકિટની કિંમત સસ્તી હશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેને ખોટી રીતે ન સમજવું જોઈએ કે 'બધી બિન વાતાનુકૂલિત કોચને એસી કોચ બનાવવામાં આવશે.' વર્તમાનમાં મોટા ભાગના માર્ગો પર મેલ.. એક્સપ્રેસ ગાડીઓની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી છે. રાજધાની, શતાબ્દી અને દૂરંતો જેવી પ્રીમિયમ રેલગાડીઓ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. 


એસી કોચ માટે રહેશે આ માપદંડ
ડી.જે નાયારણે કહ્યુ કે, સ્વર્ણિમ ચતુર્ભુજ અને ડાયગોનલના પાટાને તે રીતે અપગ્રેડ કરવામાં આવી રહ્યાં છે કે તેના પર 130 કિલોમીટરથી લઈને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી રેલગાડીનું સંચાલન કરી શકાય. જે રેલગાડીઓ 130થી લઈને 160 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલશે તેમાં વાતાનુકૂલિત કોચ લગાવવામાં આવશે. બિન વાતાનુકૂલિત કોચ એસી રેલગાડીઓમાં લાગ્યા રહેશે, જે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. 


દિવાળી પહેલા સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે સરકાર, જાણો શું છે સ્કીમ અને તેના ફાયદા 


કપૂરથલામાં તૈયાર કરવામાં આવી રહ્યાં છે સ્પેશિયલ કોચ
નાયારણે કહ્યુ કે, તે નક્કી કરવામાં આવશે કે પરિવર્તિત એસી કોચમાં ટિકિટના ભાવ યાત્રિકો માટે સરળ હોય, સુવિધા અને આરામ વધુ થઈ જાય અને યાત્રાના સમયમાં મોટો ઘટાડો થાય. તેમણે કહ્યું કે, આ પ્રકારના એક એસી કોચનો પ્રોટોટાઇપ કપૂરથલા રેલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે અને થોડા સપ્તાહમાં તૈયાર થઈ જશે. 


NON-ACની બરાબર હશે AC કોચનું ભાડુ
નારાયણે કહ્યુ કે, વર્તમાનમાં 83 બર્થ વાળા કોચને ડિઝાઇન કરવામાં આવી રહ્યાં છે. આ વર્ષે આવા 100 કોચ બનાવવાની યોજના છે અને આગામી વર્ષે 200 કોચ બનાવવામાં આવશે. આ કોચોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આ કોચોના સંચાલનથી મળતા અનુભવના ધારાર પર આગળની પ્રગતિ થશે. અધિકારીઓએ જણાવ્યું કે, નવા એસી કોચ સસ્તા હશે અને તેનો ટિકિટ દર એસી થ્રી અને સ્લીપર કોચની વચ્ચેનો હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર