નવી દિલ્હી: લોન ચૂકવ્યા બાદ તમે વિચારતા હશે કે તમારી જવાબદારી સમાપ્ત થઇ ગઇ. પરંતુ હજુ નો ડ્યૂઝ સર્ટિટિકેટ (એનડીસી) લેવાની જરૂર છે. જો તમે આ સર્ટિફિકેટ લીધું નથી તો ફરીથી લોન લેતી વખતે તમે આ સાબિત કરી શકે શકશો નહી કે તમે પાછળની લોન ચૂકવી નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંક જાહેર કરી શકે છે ક્લોઝર લેટર
ગ્રાહક લોન લીધા બાદ બેંક અથવા લોન લેનાર નો ડ્યૂઝ સર્ટિફિકેટ અથવા ક્લોઝર લેટર જાહેર કરે છે. આ સર્ટિફિકેટ અથવા લેટર જ આ વાતનું પ્રમાણ હોય છે કે તમે લોન ચૂકવણી કરી ચૂક્યા છે. કેટલીક બેંક એનડીસીની સાથે-સાથે સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ પણ જાહેર કરે છે. ગ્રાહકોને બેંક એવા દસ્તાવેજ સંભાળીને રાખવા જોઇએ. જો પછી આ રીતે લોન લઇને ક્રેડિટ સ્કોરમાં કંઇક ગરબડી થાય છે તો તેના માટે લોન ચૂકવ્યા બાદ મળેલા સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ મદદગાર સાબિત થાય છે. 


શું કરશો જો ન મળે 'ડ્યૂ સર્ટિફિકેટ'
જો તમે લોન ચૂકવવા માટે સમય પહેલાં ચૂકવણી કરો છો તો લોન લેનાર લોન સમાપ્ત થતં જ તમને એનડીસી આપે છે. ચેક દ્વારા લોનના પ્રીપેમેન્ટ કરવાથી આ બધા ઇએમઆઇની ચૂકવણી બાદ લોન જાતે જ બંધ થઇ જાય છે. બેંક લોન લેનાર વ્યક્તિને પત્ર લખીને જાણ કરે છે કે તે પોતાની અસલી દસ્તાવેજ બેંક પાસેથી લઇ જાય. જો આવો પત્ર લોન લેનાર વ્યક્તિને મળતો નથી તો તેને લોન આપનારનો સંપર્ક કરવો જોઇએ. બેંકમાંથી મળનાર એનડીસી જો ખોવાઇ જાય છે તો બેંકનો સંપર્ક કરી તેની ડુપ્લીકેટ કોપી લેવી જોઇએ.


હોમ લોન
ઇન્કમબ્રેંસ સર્ટિફિકેટ (ઇસી) પરથી મોર્ગેજ દૂર કરવા અપલોડ કરાવી લેવું જોઇએ જો તમે હોમ લોન ચૂકવી ચૂક્યા છો. તેના માટે તમે ક્લોઝર લેટની કોપ સાથે રજિસ્ટ્રર કાર્યાલયનો સંપર્ક કરી શકો છો. ઇસી એ વાતનો પુરાવો હોય કે કે પ્રોપર્ટી પર કોઇપણ પ્રકારની લોન નથી. એવી પ્રોપર્ટીને સરળતાથી વેચી શકો છો. આ ઉપરાંત તમે જે બેંક પાસેથી હોમલોન લીધી હતી તેની પાસે પોતાના તે દસ્તવેજ લેવાનું ભૂલશો નહી જે લોન લેતી વખતે આપ્યું હતું.  


લોન અગેંસ્ટ પ્રોપર્ટી
પ્રોપર્ટીની અગેંસ્ટ લોન લેવાની પ્રક્રિયા હોમ લોન જેવી જ છે. લોન અગેંસ્ટ પ્રોપર્ટીમાં માલિકાના હક લોન લેનાર પાસે હોય છે. જોકે બેંક પાસે અધિકાર હોય છે કે તે ડિફોલ્ડર હોય તો પ્રોપર્ટીને જપ્ત કરી લે.