Service Charge: હોટલ-રેસ્ટોરેન્ટમાં ખાનારાઓ માટે કામના સમાચાર, આ ચાર્જમાંથી મળશે મુક્તિ
હોટલ અને રેસ્ટોરેન્ટમાં વસૂલવામાં આવતા સર્વિસ ચાર્જને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ હોટલ અને રેસ્ટોરેન્ટમાં સર્વિસ ચાર્જના નામે કોઇ ચાર્જ લેવામાં આવી રહ્યો હતો તો હવે તમને તેનાથી રાહત મળી ગઇ છે. તમને જણાવી દઇએ કે નેશનલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ એક નિર્દેશ જાહેર કર્યો છે.
Service Charge: હોટલ અને રેસ્ટોરેન્ટમાં વસૂલવામાં આવતા સર્વિસ ચાર્જને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમારી પાસે પણ હોટલ અને રેસ્ટોરેન્ટમાં સર્વિસ ચાર્જના નામે કોઇ ચાર્જ લેવામાં આવી રહ્યો હતો તો હવે તમને તેનાથી રાહત મળી ગઇ છે. તમને જણાવી દઇએ કે નેશનલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ એક નિર્દેશ જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઇપણ નામથી હોટલ કે રેસ્ટોરેન્ટ સર્વિસ ચાર્જ નહી લઇ શકે.
ભોજનના બિલમાં પણ નહી ઉમેરી શકે
ઓથોરિટીએ નિર્દેશ જાહેર કરી કહ્યું કે તેને ભોજનના બિલમાં પણ નહી ઉમેરી શકે. જો કોઇપણ હોટલ તેના ભોજનના બિલમાં ઉમેરવાનો પ્રયત્ન કરશે તો તેના વિરૂદ્ધ કડક પગલાં લેવામાં આવશે.
જાહેર કરવામાં આવ્યા દિશા નિર્દેશ
તમને જણાવી દઇએ કે ફરિયાદો વચ્ચે સીસીપીએ અયોગ્ય વેપારિક ગતિવિધીઓ અને ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન રોકવા માટે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોઇપણ હોટલ અથવા રેસ્ટોરેન્ટ ગ્રાહકોને સર્વિસ ચાર્જ આપવા માટે મજબૂર કરી શકાય નહી. ગ્રાહક ઇચ્છે તો સર્વિસ ચાર્જ આપી શકે છે. આ સંપૂર્ણપણે સ્વૈચ્છિક, વૈકલ્પિક અને ગ્રાહકોના વિવેક પર નિર્ભર કરશે.
INDW vs SLW: ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને બીજી મેચમાં 10 વિકેટથી હરાવ્યું, વનડે સીરીઝમાં 2-0 થી બઢત
હવે નહી નાખી શકે દબાણ
નેશનલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ હોટલ, રેસ્ટોરેન્ટ પર બિલમાં સ્વત: લગાવનાર સર્વિસ ચાર્જને લઇને પાબંધી લગાવી છે. હોટલ, રેસ્ટોરેન્ટ ગ્રાહકો પર સર્વિસ ચાર્જ માટે આજથી દબાણ કરી શકશે નહી. આ એક સ્વૈચ્છિક વિકલ્પ છે. તેને લેવો જરૂરી નથી.
શું હોય છે સર્વિસ ચાર્જ?
તમને જણાવી દઇએ કે તમે કોઇપણ પ્રોડક્ટને ખરીદો છો અથવા પછી કોઇ સર્વિસ લો છો તેના માટે તમારે કેટલોક સર્વિસ ચાર્જ આપવો પડે છે. આ ચાર્જને સર્વિસ ચાર્જ કહેવામાં આવે છે. હોટલ અથવા રેસ્ટોરેન્ટમાં ગ્રાહકોને ભોજન પીરસવું અથવા પછી કોઇ અન્ય પ્રકારની સેવા માટે આ ચાર્જ લેવામાં આવતો હતો, પરંતુ આજે નેશનલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા તેના વિરૂદ્ધ કડક પગલાં ભર્યા છે.
મહિલા સાથે હોટલમાં પકડાઇ ગયો જાણિતા અભિનેતાનો ભાઇ, ચંપલ વડે મારવા લાગી ત્રીજી પત્ની
કેટલો હોય છે સર્વિસ ચાર્જ?
તમને જણાવી દઇએ કે આ મોટાભાગના બિલમાં સૌથી નીચે લખેલું હોય છે. આ સામાન્ય રીતે 5 ટકા હોય છે.
આ નંબર પર કરી શકો છો ફરિયાદ
જો કોઇ ગ્રાહકને જાણવા મળે છે કે હોટલ અથવા રેસ્ટોરેન્ટ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરી સર્વિસ ચાર્જ વસૂલે છે, તો આ સંબંધિત એકમ પાસે તેને બિલની રકમમાંથી દૂર કરવા અનુરોધ કરી શકે છે. ગ્રાહક જરૂર જણાતા રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર 1915 પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકે છે. તે ગ્રાહક આયોગમાં પણ તેના વિશે ફરિયાદ નોંધાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube