LPG અને કોમર્શિયલ ગેસ સિલિંડર થયો સસ્તો, જાણો શું છે નવા ભાવ
પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે આમ આદમી માટે રાહતના સમાચાર છે. રસોઇ ગેસના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, તેનાથી મોંઘવારીના મોરચા પર થોડી રાહત મળી રહી છે.
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે આમ આદમી માટે રાહતના સમાચાર છે. રસોઇ ગેસના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, તેનાથી મોંઘવારીના મોરચા પર થોડી રાહત મળી રહી છે. ઓઇલ કંપઈઓએ ફરી એકવાર LPG સિલિંડરના ભાવ ઘટાડ્યા છે. ઇન્ડીયન ઓઇલના નવા ભાવ અનુસાર મે મહિના માટે સબસિડીવાળા LPG સિલિંડરના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતુ સબસિડી વિનાના સિલિંડર અને 19 કિલો કોમર્શિયલ સિલિંડર પર થોડી વધુ રાહત મળે છે.
3 રૂપિયા સસ્તો થયો સિલિંડર
ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર આજે દિલ્હીમાં સબસિડી વિનાના સિલિંડરના ભાવ 650.50 રૂપિયા, કલકત્તામાં 674 રૂપિયા, મુંબઇમાં 623 રૂપિયા અને ચેન્નઇમાં 663 રૂપિયા થઇ ગયા છે. દિલ્હીમાં તેની કિંમત 3 રૂપિયા ઘટી છે. તો બીજી તરફ મુંબઇમાં 2-2 રૂપિયા અને ચેન્નઇમાં 50 પૈસા ઓછી કરવામાં આવી છે.
હવે મુસાફરો પસંદ કરી શકશે પોતાનું મનપસંદ ભોજન, કાર્ડથી કરશે ચૂકવણી
સતત 5મા મહિનામાં ઘટ્યા ભાવ
સબસિડી વિનાના સિલિંડરના ભાવ ઘટવાથી 1 કરોડથી વધુ ઘરોને ફાયદો પહોંચશે કારણ કે આટલા લોકો પોતાની સબસિડી ત્યાગી ચૂકી છે. સતત 5 મહિનાથી સરકાર તરફથી સબસિડી વિનાના સિલિંડરના ભાવ ઘટાડવામાં આવી રહ્યાં છે. 5 મહિનામાં દિલ્હીમાં સબસિડી વિનાના સિલિંડર 96.50 રૂપિયા, કલકત્તામાં 92 રૂપિયા, મુંબઇમાં 96 રૂપિયા અને ચેન્નઇમાં 93 રૂપિયા સસ્તો થયો છે.
ચૂંટણી ટાણે કેમ મોઘું થતું નથી પેટ્રોલ? જાણો શું છે તેલનો ખેલ
કોમર્શિયલ સિલિંડરના પણ ભાવ ઘટ્યા
19 કિલોવાળા કોમર્શિયલ સિલિંડરની વાત કરીએ તો આજથી દિલ્હીમાં તેનો ભાવ 1167.50 રૂપિયા, કલકત્તામાં 1212 રૂપિયા, મુંબઇમાં 1119 રૂપિયા અને ચેન્નઇમાં 1256 રૂપિયા થઇ ગયો છે. એપ્રિલમાં દિલ્હીમાં તેનો ભાવ 1176 રૂપિયા, કલકત્તામાં 1220.50 રૂપિયા, મુંબઇમાં 1128 રૂપિયા અને ચેન્નઇમાં 1264.500 રૂપિયા હતો.
4 મેના રોજ 4 મોટી ખુશખબરી આપશે મોદી સરકાર, સસ્તી થશે આ વસ્તુઓ
સબસિડીવાળા સિલિંડરમાં પણ સામાન્ય ઘટાડો
સબસિડીવાળા સિલિંડરના ભાવમાં જોકે ખૂબ સામાન્ય ઘટાડો થયો છે, આજથી દિલ્હીમાં તેનો ભાવ 491.21 રૂપિયા, કલકત્તામાં 494.23 રૂપિયા, મુંબઇમાં 488.94 રૂપિયા અને ચેન્નઇમાં 479.42 રૂપિયા થઇ ગયો છે.
ગત મહિને બદલાયા હતા ભાવ
સબસિડી વિનાના રસોઇ ગેસના ભાવ દર મહિને બદલાઇ છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવની દરરોજ સમીક્ષા કરવામાં આવે છે.
ITR ફાઇલ ન કરનાર લેવાશે લપેટામાં, આ 56 લાખ લોકોમાં તમારું ના તો નથી ને!!!
અન્ય કંપનીઓ માને છે આ ભાવ
દેશભરમાં હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન પણ આ ઓઇલ અને ગેસ આપૂર્તિ કરનાર કંપની છે. પરંતુ આ ઇન્ડીયન ઓઇલના ભાવને માને છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પર નિર્ભર કરે છે ભાવ
જોકે કેંદ્ર સરકારે વર્ષ 2014 થી એલપીજીના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર કરી દીધા હતા. તેના હેઠળ ઓઇલ કંપનીઓ દર મહિનાની છેલ્લી તારીખે એલપીજીના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવોના અનુસાર ફેરફાર કરે છે. સોમવારે રાત્રે ઓઇલ કંપનીઓ દ્વારા એલપીજીના નક્કી કરવામાં આવેલા નવા ભાવ ગેસ એજન્સીઓને માહિતગાર કરવામાં આવી છે. સબસિડી વિનાના સિલેંડરમાં બે રૂપિયાની છૂટ આપવામાં આવી છે.