નવી દિલ્હીઃ સબસિડી વગરના LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. દિલ્હી અને મુંબઈમાં સબસિટી વાળા 14.2 કિલોગ્રામ વાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં 53 રૂપિયાનો ઘટાડો થયો છે. ઓગસ્ટ 2019 બાદ પ્રથમવાર ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડિયન ઓયલ કોર્પોરેશનની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે, ઓગસ્ટ 2019થી જાન્યુઆરી 2020 વચ્ચે સતત છ વખત ભાવમાં વધારો થયો હતો. આ દરમિયાન એલપીજી સિલિન્ડર આશરે 50 ટકા મોંઘો થયો હતો. 


IOCની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે, દિલ્હીમાં 14.2 કિલોવાળા સિલિન્ડરની કિંમત 805.50 રૂપિયા, કોલકત્તામાં 839.50 રૂપિયા, મુંબઈમાં 776.50 રૂપિયા અને ચેન્નઈમાં કિંમત 826 રૂપિયા છે. 12 ફેબ્રુઆરીએ તેની કિંમત ક્રમશઃ 858.50 રૂપિયા, 896 રૂપિયા, મુંબઈમાં 829.50 રૂપિયા અને 881 રૂપિયા હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર