એલપીજીના ભાવમાં ભારે ઘટાડો, 19 કિલોનો કોમર્શિયલ સિલેંડર પણ સસ્તો
સબસિડી વિનાના સિલેંડરની કિંમતમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 5 કિલોના એલપીજી સિલેંડરમાં પણ 15 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલેંડરના ભાવમાં પણ 54 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે.
નવી દિલ્હી: સબસિડી વિનાના સિલેંડરની કિંમતમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 5 કિલોના એલપીજી સિલેંડરમાં પણ 15 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે 19 કિલોના કોમર્શિયલ સિલેંડરના ભાવમાં પણ 54 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. આ પહેલાં સીએનજી અને પાઇપ વડે પુરા પાડવામાં આવતા રસોઇ ગેસ (પીએનજી)ના ભાવમાં રવિવારે (1 એપ્રિલ)થી ક્રમશ: 90 પૈસા પ્રતિ કિલોગ્રામ રૂપિયા પ્રતિમાનક ઘન મીટર (એસસીએમ) વધારવામાં આવી છે. સરકાર દ્વારા ગેસના ભાવ વ અધીને બે વર્ષના ઉચ્ચ સ્તર પર પહોંચ્યા બાદ આ વધારો કરવામાં આવ્યો.
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)માં વાહનોને સીએનજી તથા ઘરોમાં પીએનજીની સપ્લાઇ કરનાર કંપની ઇંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઇજીએલ)એ કહ્યું કે દિલ્હીમાં સીએનજીનો ભાવ હવે 40.61 રૂપિયા પ્રતિ કિલોગ્રામ તથા નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાજિયાબાદમાં 47.05 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હશે. આ ફેરફાર રવિવારે મધરાત્રિથી લાગૂ થશે. આ પ્રકારે રેવાડીમાં સપ્લાઇ કરનાર સીએનજીના ભાવ હાલ 50.67 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 51.62 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયા છે.
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે કે સિલેક્ટેડ સીએનજી પંપો પરથી રાત્રે 12:30 વાગ્યાથી સવારે 05:30 વાગ્યા સુધી ગેસ ભરવતાં 1.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટની સાથે દિલ્હીમાં સીએનજીના ભાવ 39.11 રૂપિયા કિલો અને નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાજિયાબાદમાં 45.55 રૂપિયા પ્રતિ કિલો હશે.