ઘરેલૂ રસોઇ ગેસની સબસિડીવાળા રસોઇ ગેસ (LPG) સિલેંડર 2.08 રૂપિયા અને સબસિડી વિનાના સિલેંડરમાં 42.50 રૂપિયાનો વધારો થયો છે. સિલેંડરોની કિંમતમાં આ વધારો સતત 3 મહિનાના ઘટાડા બાદ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે ઇંધણના વધતા જતાં બજાર મૂલ્ય પર પ્રભાવના લીધે વધારો જરૂરી થઇ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વધારા બાદ દિલ્હીમાં 1 માર્ચથી 14.2 કિલોગ્રામના સબસિડીવાળા રસોઇ ગેસ સિલેંડરની કિંમત 495.61 રૂપિયા થઇ થશે જે અત્યારે 493.53 રૂપિયા છે. તો બીજી તરફ સબસિડી વિનાના સિલિંડરની કિંમત 701.50 રૂપિયા થઇ જશે.  


આ પહેલાં 1 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયન ઓઇલે કહ્યું હતું કે દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોગ્રામના ગેસ સિલેંડરની કિંમત 493.53 રૂપિયા હશે જે અત્યારે 494.99 રૂપિયા છે. આ પ્રકારે સબસિડી વિનાના 14.2 કિલોગ્રામના સિલેંડરની કિંમત પણ 30 રૂપિયા ઘટીને હવે 659 રૂપિયા પ્રતિ સિલેંડર કરવામાં આવી હતી.


1 ડિસેમ્બરના રોજ સબસિડીવાળા સિલેંડર પર 6.52 રૂપિયા અને 1 જાન્યુઆરીના રોજ 5.91 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એલપીજીના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ઘટાડવી અને અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયાની સ્થિતિમાં સુધારો થવો જોઇએ. એલીપીજી ગ્રાહકોને સિલેંડર બજાર કિંમતે લેવા પડશે.