પ્રથમ દિવસે 61% કમાણીનો સંકેત, 16 તારીખે ઓપન થશે આ IPO,રોકાણ કરતા પહેલા જાણો દરેક વિગત
Northern Arc Capital IPO: નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની નોર્ધર્ન આર્ક કેપિટલનો 777 કરોડ રૂપિયાનો આઈપીઓ 16 સપ્ટેમ્બરે ખુલશે. ઈન્વેસ્ટરો 19 સપ્ટેમ્બર સુધી તેમાં દાવ લગાવી શકે છે.
Northern Arc Capital IPO: નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની નોર્ધર્ન આર્ક કેપિટલનો 777 કરોડ રૂપિયાનો આઈપીઓ 16 સપ્ટેમ્બરે ખુલશે. ઈન્વેસ્ટરો આ ઈશ્યુમાં 19 સપ્ટેમ્બર સુધી દાવ લગાવી શકે છે. નોર્ધર્ન આર્ક કેટિપલના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 249-263 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. એન્કર ઈન્વેસ્ટરો માટે આ ઈશ્યુ 13 સપ્ટેમ્બરે ઓપન થયો હતો. આઈપીઓ હેઠળ 500 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેરની સાથે પ્રમોટરો તરફથી 277 કરોડ રૂપિયા સુધીના 1,05,32,320 શેરના વેચાણની રજૂઆત (ઓએફએસ) કરવામાં આવશે. આ રીતે ઈશ્યુની સાઇઝ 777 કરોડ રૂપિયા થાય છે. મહત્વનું છે કે ગ્રે માર્કેટમાં કંપનીના શેર અત્યારે 61 ટકા પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.
શું ચાલી રહ્યો છે GMP?
Investorgain.com અનુસાર નોર્ધર્ન આર્ક કેપિટલ આઈપીઓ ગ્રે માર્કેટમાં 158 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તેનો મતલબ છે કે કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ 421 રૂપિયા થઈ શકે છે. એટલે કે ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે આશરે 61 ટકા જેટલો નફો થઈ શકે છે.
આ પણ વાંચોઃ શું આજે સાચ્ચે સસ્તુ થયું છે સોનું? સોનુ ખરીદવા માંગતા લોકો માટે મોટા સમાચાર
શું છે વિગત
નોર્ધર્ન આર્ક એક નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની (એનબીએફસી) છે અને એક દાયકા કરતા વધુ સમયથી નાણાકીય સમાવેશન ક્ષેત્રમાં સક્રિય છે. એમ્પ્લોયી રિઝર્વેશન ભાગમાં બિડ કરવા પાત્ર કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 24નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બિડ ઓછામાં ઓછા 57 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 57 ઇક્વિટી શેરના ગુણાંકમાં મૂકી શકાય છે.
નોર્ધન આર્ક કેપિટલ આ IPOમાંથી એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ MSME ફાઇનાન્સિંગ, MFIs, કન્ઝ્યુમર ફાઇનાન્સ, વ્હીકલ ફાઇનાન્સ, એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ અને એગ્રીકલ્ચર ફાઇનાન્સ જેવા લક્ષિત ક્ષેત્રોમાં વધુ ધિરાણ માટે તેની ભાવિ મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે. કંપની નાણાકીય વર્ષ 2025 માટે મૂડી પર્યાપ્તતા પર આરબીઆઈના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માંગે છે.