Radhakishan Damani Loss : અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે તેના નેગેટિવ રિપોર્ટથી અદાણી ગ્રુપને મોટું નુકસાન પહોંચાડ્યું છે. અદાણી ગ્રૂપનું બજાર મૂલ્ય 137 અબજ ડોલરથી વધુ ઘટી ગયું છે. તેમ જ અદાણી જૂથની સાથે ગૌતમ અદાણીની નેટવર્થ $130 બિલિયનથી ઘટીને $35 બિલિયન થઈ ગઈ છે. અદાણી ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પણ ભારે નુકસાન થયું છે. ફોર્બ્સની બિલિયોનર લિસ્ટ મુજબ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $84 બિલિયન છે.ત્યારે આવાજ એક બિઝનેસમેને પણ ગુમાવ્યા છે અબજો રૂપિયા કોણ છે... આ અબજોપતિ જેને પણ ગુમાવ્યા છે રૂપિયા આવો જોઈએ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે તેના નેગેટિવ રિપોર્ટથી અદાણી ગ્રુપને મોટું નુકસાન પહોંચાડ્યું છે. અદાણી ગ્રૂપનું બજાર મૂલ્ય 137 અબજ ડોલરથી વધુ ઘટી ગયું છે. તેમ જ અદાણી જૂથની સાથે ગૌતમ અદાણીની નેટવર્થ $130 બિલિયનથી ઘટીને $35 બિલિયન થઈ ગઈ છે.ત્યારે બીજી તરફ ડીમાર્ટના સ્થાપક રાધાકિશન દામાણીની સંપત્તિમાં 2023થી અત્યાર સુધીમાં 2.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે.


કોણે કેટલું ગુમાવ્યું
આ વર્ષે 1 જાન્યુઆરીથી રાધાકિશન દામાણીની નેટવર્થમાં $2.67 બિલિયનનો ઘટાડો થયો છે. વર્ષ 2023માં સંપત્તિ ગુમાવનારાઓની યાદીમાં રાધાકિશન ત્રીજા નંબરે છે. તેમની નેટવર્થમાં 14 ટકા સુધીનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, રાધાકિશન દામાણીની કુલ સંપત્તિ ઘટીને $16.7 બિલિયન થઈ ગઈ છે. તે અબજોપતિઓની યાદીમાં 97માં નંબર પર છે. ડીમાર્ટના સ્થાપક રાધાકિશન દામાણી પણ અનુભવી રોકાણકાર છે. તે બિગ બુલ તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલાના માર્ગદર્શક હોવાનું કહેવાય છે. વર્ષ 2002માં તેણે મુંબઈમાં ડીમાર્ટનો પહેલો રિટેલ સ્ટોર ખોલ્યો. હાલમાં ડીમાર્ટના દેશભરમાં 238 સ્ટોર છે.


સંપત્તિ ગુમાવનારાઓમાં ગૌતમ અદાણી નંબર-1
સંપત્તિ ગુમાવનારા ભારતીય ઉદ્યોગપતિઓમાં ગૌતમ અદાણી નંબર 1 છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં તેમણે અડધાથી વધુ સંપત્તિ ગુમાવી દીધી છે. જાન્યુઆરી 2023માં તેમની સંપત્તિ લગભગ $130 બિલિયન હતી, જે ઘટીને લગભગ $35 બિલિયન થઈ ગઈ છે. અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગના નેગેટિવ રિપોર્ટના કારણે અદાણીને મોટો ઝટકો લાગ્યો છે. આ આંચકાને કારણે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ $137 બિલિયનથી વધુ ઘટી ગયું છે. તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ટોપ 30માંથી બહાર છે.


અંબાણીને પણ લાગ્યો છે ઝટકો
માત્ર ગૌતમ અદાણી જ નહીં, વર્ષ 2023માં મુકેશ અંબાણીને પણ મોટો ઝટકો લાગ્યો છે. મુકેશ અંબાણીની સંપત્તિ બે મહિનામાં  ઘટીને $5.38 બિલિયન થઈ ગઈ છે. બ્લૂમબર્ગ અનુસાર મુકેશ અંબાણીની સંપત્તિ ઘટીને 81.7 અબજ ડોલર થઈ ગઈ છે. અને ફોર્બ્સ અનુસાર, અદાણીની નેટવર્થ $84 બિલિયન સુધી પહોંચી ગઈ છે. તે વિશ્વના ટોચના 10 અબજોપતિઓની ટોચની 10 યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ઉદ્યોગપતિ છે.