મુંબઈ : દેશની ટોચની ઓનલાઇન રિટેલ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) દ્વારા એડવાઇઝી જાહેર કરીને લોકોને ચેતવણી આપી છે કે ફ્લિપકાર્ટના નામે છેતરતી નકલી વેબસાઇટ અને ઓફર્સથી સાવધાન રહેવું જરૂરી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને ઇમેઇલ, વોટ્સએપ કે એસએમએસ પર એવી કોઈ ડીલની ઓફર મળે જેના પર વિશ્વાસ કરવાનું મુશ્કેલ હોય તો એનાથી દૂર રહેવું જોઈએ નહીંતર તમે ફસાઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોલમાર્ટની ઓનરશિપવાળી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (flipkart) એ પોતાના સેલર્સને ફક્ત બે દિવસમાં લોન પુરી કરવા માટે ઘણી બેંકો અને નોન-બેકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)ની સાથે કરાર કર્યો છે. કંપની દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેને સેલરનું ફાઇનાન્સિંગ કરનાર કાર્યક્રમ 'ગ્રોથ કેપિટલ'ને નવી રીતે તૈયાર કર્યો છે. 


આ યોજના હેઠળ ફ્લિપકાર્ટના એક લાખથી વધુ વિક્રેતા ફક્ત બે દિવસમાં જ 10 બેંકો તથા એનબીએફસી પાસેથી લોન લઇ શકે છે. કંપનીએ કહ્યું કે તેમાં એક દિવસનો સમય લોનની મંજૂરીમાં લાગી શકે છે અને આગામી બે દિવસમાં લોન આપી દેવામાં આવે છે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...