નવી દિલ્હી: ભારતમાં નોટબંધીના સમય સમયે સોનીઓએ જોરદાર જૂની નોટ લઇને સોનું વેચ્યું હતું. ઘણા કેટલાક સમયથી લોકો કાળુનાણુ પચાવી પાડવાને લઇને ચર્ચા કરી રહ્યા છે. પરંતુ હવે આ વાતને ઇનકમ ટેક્સ ગંભીરતાથી લઇ રહ્યું છે. આઇટીએ નોટબંધી દરમિયાન કાળાનાણા ઠેકાણે પાડવાને લઇને દેશભરમાં લગભગ 15 હજાર સોનીઓને નોટીસ મોકલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક નોટબંધીની જાહેરાત કરી હતી. 500 અને 1000ની નોટ ચલણની બહાર કરી દીધી હતી. સોનીઓએ આ દરમિયાન છૂટ મળી હતી અને તેમણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો. આ મુદ્દા સાથે જોડાયેલા જાણકારોનું કહેવું છે કે તે સમયે એવા લોકો આવી રહ્યા હતા જે કેશના બદલે ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીની ખરીદી કરી. જેટલું વેચાણ બે અઠવાડિયામાં થાય છે, તે એક દિવસમાં જ થવા લાગ્યું. ત્રણ મહિના પહેલાં ઇનકમ ટેક્સ વિભાગે સોનીઓને ટાર્ગેટ બનાવીને ટેક્સ નોટીસ મોકલવાનું શરૂ કર્યું છે. 


1500 સોનીઓને મોકલી છે નોટીસ
સોનીઓના સંગઠનનું કહેવું છે કે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી આખા દેશમાં લગભગ 15000 સોનીઓને આ પ્રકારની નોટીસ મોકલવામાં આવી છે. સોનીઓનો આરોપ છે કે ટેક્સ ડિપાર્ટમેન્ટ સોનીઓ પાસેથી લગભગ 50 હજાર કરોડ વસૂલવાનો છે. 


ઉલ્લેખનીય છે કે નોટબંધીની જાહેરાતના થોડા કલાકોમાં જ સોનીઓએ ભારે પ્રીમિયમ સાથે પોતાનો સ્ટોક વેચી દીધો હતો અને એટલી જ કમાણી કરી હતી, જે તે સામાન્ય રીતે બે અઠવાડિયામાં થાય છે. તેમને લગભગ ત્રણ મહિના પહેલાં ટેક્સ નોટીસ મોકલી છે, જેમાં તેમની કમાણીના સ્ત્રોત વિશે જાણકારી માંગી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube