નવી દિલ્હીઃ Rent-Free Accommodation: ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)એ નોકરી કરતા લોકો માટે મોટી જાહેરાત કરી છે. આઈડી ડિપાર્ટમેન્ટે રેન્ટ-ફ્રી એકોમોડેશન (Rent-Free Accommodation)સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે. આવકવેરા વિભાગે કંપની દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા ભાડા-મુક્ત ઘરોની કિંમત નક્કી કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ સાથે, કર્મચારીઓને સારો પગાર મળે છે અને એમ્પ્લોયર કંપની દ્વારા આપવામાં આવતા ભાડા-મુક્ત ઘરમાં રહે છે તે હવે વધુ બચત કરી શકશે અને તેઓ પગાર તરીકે વધુ રોકડ લઈ શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નિયમ
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ ઇનકમ ટેક્સ નિયમોમાં સંશોધન કર્યું છે. આ નિયમ 1 સપ્ટેમ્બરથી પ્રભાવી થશે. નોટિફિકેશન પ્રમાણે જ્યાં કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારીઓ સિવાય અન્ય કર્મચારીઓને માત્ર ઘર (અનફર્નિશ્ડ) પ્રદાન કરવામાં આવે છે અને તેમાં એમ્પ્લોયરની માલિકી છે, તો વેલ્યુએશન થશે- 2011ની વસ્તી ગણતરી અનુસાર 40 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં વેતનના 10 ટકા (15 ટકાથી ઓછા). પહેલા આ નિયમ 2001ની વસ્તી ગણતરી અનુસાર 25 લાખથી વધુ વસ્તી માટે હતો. 


આ પણ વાંચોઃ સોનામાં 1096 રૂપિયા અને ચાંદીમાં 3431 રૂપિયાનો થયો ઘટાડો, જુઓ 18થી 24 કેરેટનો ભાવ


આ કર્મચારીઓને થશે ફાયદો
એકેએમ ગ્લોબલ ટેક્સ પાર્ટનર અમિત માહેશ્વરીએ કહ્યુ કે, જે કર્મચારી પર્યાપ્ત વેતન પ્રાપ્ત કરી રહ્યાં છે અને એમ્પ્લોયર પાસેથી ઘર લઈ રહ્યાં છે, તે વધુ બચત કરી શકશે કારણ કે સંશોધિત દરોની સાથે તેનો કર યોગ્ય આધાર પર હવે ઓછો થવા જઈ રહ્યો છે. 


એએમઆરજી એન્ડ એસોસિએટ્સના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ગૌરવ મોહને કહ્યુ કે, આ જોગવાઈમાં 2011ની વસ્તી ગણતરીના આંકડાને સામેલ કરવામાં આવ્યા છે અને તેનો હેતુ અનુભૂતિ મૂલ્યની ગણતરીને તર્કસંગત બનાવવાનો છે. મોહને જણાવ્યું હતું કે, ભાડા-મુક્ત ઘરનો લાભ લેનારા કર્મચારીઓના કરપાત્ર પગારમાં ઘટાડો થશે, જે નેટ ટેક હોમ સેલરીમાં વધારો કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube