Paternity Leave: પુરુષ કર્મચારીઓને થઈ રજાની લ્હાણી, પિતા બનવા જઈ રહ્યા છો તો મળશે ખાસ રજા
Pfizer India: અત્યાર સુધી સરકારી કે પ્રાઈવેટ નોકરીઓ તરફથી મહિલા કર્મચારીઓને મેટરનિટી લીવ (Maternity Leave) અપાય છે તેવુ તમે સાંભળ્યુ હશે. પરંતુ હવે પિતા બનવા પર પુરુષોને પણ ત્રણ મહિનાની રજા મળશે અને તેને પેટરનિટી લીવની કેટેગરીમાં રાખવામાં આવશે
Paternity Leave Policy: જો તમે નોકરી કરો છો, તો આ ખબર તમને જરૂરથી રાહત આપશે. પિતા બનવા પર હવે પેટનિટી લીવ મળી શકે છે. પરંતુ તમને આ સમાચાર પર ભલે વિશ્વાસ ન થાય, પરંતુ આ સમાચાર 100 ટકા સાચા છે. અત્યાર સુધી સરકારી કે ખાનગી કંપનીઓ તરફથી મહિલા કર્મચારીઓને આપવામાં આવતી મેટરનિટી લીવ વિશે મોટા ખબર સામે આવ્યા છે. આ રજા 26 સપ્તાહ એટલે કે 6 મહિનાની હોય છે. પરંતુ હવે પિતા બનવા પર પુરુષોને ત્રણ મહિનાની રજા મળશે અને તેને પેટરનિટી લિવની કેટેગરીમાં રાખવામાં આવશે.
ભારતમાં લાંબા સમયથી ઉઠી હતી માંગ
એક ભારતીય કંપની તરફથી આ સરાહનીય પહેલ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી અલગ અલગ દેશોમાં પુરુષોને આ પ્રકારની રજા મળતી હતી. ભારતમાં તેના પર લાંબા સમયથી માંગ ચાલી રહી હતી. હવે દેશની કંપની ફાઈઝર ઈન્ડિયા (Pfizer India) એ આ પહેલ શરૂ કરી છે. કંપનીના આ નિર્ણયને કર્મચારીઓની ઈન્ડસ્ટ્રીઝમાં એક સાહસિક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. ફાઈઝર ઈન્ડિયા તરફથી પોતાની કંપનીમાં કામ કરતા પુરુષ કર્મચારીઓને પેટરનિટી લિવ પોલિસી (Paternity Leave Policy) લાગુ કરવાની જાહેરાત કરવામા આવી છે.
આ પણ વાંચો :
જાદુનો ખજાનો છે ગોળ, દવા વગર દૂર કરશે સ્કીનની અનેક સમસ્યા
આવી સ્ત્રીઓ પોતાના પતિને આપે છે દગો, તમારી પત્નીના શરીર પર આ નિશાન હોય તો ચેતી જજો
એકવારમાં 6 સપ્તાહની રજા
Pfizer India ના મેનેજમેન્ટે પુરુષ કર્મચારીઓ માટે 12 સપ્તાની પેટરનિટી લીવ લાગુ કરવાની વાત કરે છે. આ પોલિસીમાં પિતા બનનારા પુરુષોને બાળકોની જન્મતારીખથી બે વર્ષની અંદર આ રજાઓનો ફાયદો ઉઠાવવાનો રહે છે. પેટરનિટી લીવમાં અરજી કરનારા એકવારમાં ઓછામાં ઓછા બે સપ્તાહ અને વધુમાં વધુ 6 સપ્તાહની રજા મેળવી શકશે. એટલે કે, એકવારમાં ત્રણ મહિનાની રજી માટે અરજી કરી શકાતી નથી.
કંપની તરફથી નવી પોલિસીને 1 જાન્યુઆરી, 2023 થી આ નિયમને લાગુ કરવામાં આવ્યો છે. બાયોલોજિકલ ડેડ ઉપરાંત બાળકોને દત્તક લેનારા પિતાની કંપની પણ આ પોલિસીનો ફાયદો ઉઠાવી શકે છે. કંપનીના કર્મચારી કોઈ પણ અન્ય પ્રકારની જરૂર કે સમસ્યા થવા પર કેઝ્યુઅલ લીવ, ઈલેક્ટિવ લીવ કે વેલનેસ લિવ પણ લઈ શકે છે.
આ પણ વાંચો : મુંબઈની ખાનગી હોસ્પિટલમાં થઈ રિષભ પંતની સર્જરી, રિકવરી વિશે ડોક્ટરોએ આપ્યા અપડેટ