NHAI toll tax rules: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ટોલ બૂથ પર રાહ જોવાના સમય અંગેના ત્રણ વર્ષ જૂના નિયમો પાછા ખેંચી લીધા છે. મે 2021માં NHAI એ નવા નિયમ હેઠળ જણાવ્યું હતું કે ટોલ બૂથ દીઠ વાહનોનો ફ્લો 10 સેકન્ડથી ઓછો હોવો જોઈએ અને કોઈપણ લેનમાં વાહનોની સંખ્યા ટોલ બૂથથી 100 મીટરથી વધુ ન હોવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા નિયમ હેઠળ NHAIએ આદેશ આપ્યો હતો કે જો ટોલ બૂથથી 100 મીટરના અંતર સુધી વાહનોની કતાર લાગી જાય તો તેમણે ટોલ ચૂકવ્યા વિના પસાર થવા દેવામાં આવશે. NHAIએ એવા ટોલ બૂથ માટે આ નિયમ બનાવ્યો છે જ્યાં પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને ટોલ પ્લાઝા માટે જમીન સંપાદિત કરવાની બાકી છે.


ત્રણ વર્ષ બાદ NHAIએ પાછો લીધો નિયમ
જોકે, હવે ત્રણ વર્ષ બાદ NHAIએ 2021ની તે પોલિસી પાછી ખેંચી લીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમને લાગુ કરવામાં મુશ્કેલીઓ અને નાગરિકોની ટીકા બાદ આ નિયમ હટાવી દેવામાં આવ્યો છે. NHAI એ હવે લાંબી લાઈનોને મેનેજ કરવા માટે લાઈવ ફીડ સિસ્ટમ લાગુ કરી છે. ટોલ પ્લાઝાને મેનેજ કરવા માટે NHAI તરફથી તાજેતરની ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે ટોલ પ્લાઝા પર રાહ જોવાના સમયને લગતા લાગુ નિયમોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે. કારણ કે NH Fee Rules 2008 માં આવી છૂટ વિશે કોઈ ઉલ્લેખ નથી.


ટોલ ભર્યા વગર જવાની હતી પરવાનગી
વર્ષ 2021માં રજૂ કરવામાં આવેલી આ જોગવાઈમાં કહેવામાં આવ્યું હતું કે ટોલ બૂથ પર એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પીક અવર્સ દરમિયાન લોકો ટોલ ટેક્સ ભરવામાં 10 સેકન્ડથી વધુ સમય ન લે. જો કોઈપણ સમયે કોઈપણ લેનમાં વાહનોની કતાર ટોલ બૂથથી 100 મીટરથી વધુ હશે, તો તે લેનનો બૂમ બેરિયર દૂર કરવામાં આવશે અને કોઈપણ ટોલ ટેક્સ ચૂકવ્યા વિના વાહનોને પસાર થવા દેવામાં આવશે.


તેના માટે દરેક લેનમાં ટોલ બૂથથી 100 મીટરના અંતરે પીળી લાઇનને ચિહ્નિત કરવા અને આ નિયમને મુખ્ય રીતે દર્શાવવા માટે કહેવામાં આવ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે આ જોગવાઈને કારણે NHAIને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે આવી જોગવાઈનો અમલ લગભગ અશક્ય હતો. સંસદમાં પણ આ નિયમ અંગે અનેકવાર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તેથી આ નિયમ દૂર કરવામાં આવ્યો છે.