ખેડૂતો માટે સારા સમાચાર છે. મોદી સરકારે કૃષિ (Farming) અને નિર્માણ (Construction) ઉપકરણો માટે બે પ્રકારના ઇંધણના ઉપયોગ માટે નિયમોની સૂચના જાહેર કરી છે. તેની પાછળનો ઉદ્દેશ્ય ટ્રેક્ટર, ટ્રેલર અને હાર્વેસ્ટરમાં સીએનજી (CNG) જેવા વૈકલ્પિક ઇંઘણના ઉપયોગને પ્રોત્સાહન આપવું પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રાલયે જાહેર કરી સૂચના
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે કૃષિ અને નિર્માણ વાહનો માટે બે ઈંધણના ઉપયોગને સૂચિત કર્યા છે. બે ઈંધણોથી ચાલનાર વાહનો માટે ધૂમડા અને વાષ્પના નિયમ ડીઝલ મોડલના ઉત્સર્જન ધોરણોના અનુરૂપ જ રાખવામાં આવ્યા છે. 

7 વર્ષના આ ટેણિયાએ YouTube દ્વારા કરી 155 કરોડની કમાણી, Forbes માં મળ્યું સ્થાન


ડીઝલની સાથે સીએનજીનો પણ વિકલ્પ
મંત્રાલયે કહ્યું કે આ વાહનોમાં ટ્રેક્ટર, પાવર ટિલર અને નિર્માણ ઉપકરણ વાહન અને હાર્વેસ્ટર સામેલ છે જેનું વિનિર્માણ મૂળ રૂપથી બે પ્રકારના ઇંધણના રૂપમાં કરવામાં આવ્યા છે. તેના માટે મુખ્ય ઈંધણ ડીઝલ અને સીએનજી, બાયો સીએનજી વૈકલ્પિક ઈંધણ છે. 


મોટર વાહન સૂચનામાં થયું સંશોધન
આ સૂચના કેંદ્રીય મોટર વાહન નિયમ 1989ના નિયમ 115એ અને 115બીમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમાં નવા નિયમ 115એ અને 115 બીબી સામેલ કરવામાં આવ્યા છે.