Amul MD Resignation : ગુજરાતમાં 61 હજાર કરોડની વહીવટ ધરાવતી અને દેશની ટોપની સહકારી સંસ્થા જીસીએમએમએફમાં સોઢીના કારસ્તાનોને કારણે બદનામ થાય એ પહેલાં સોઢીને બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. સોઢીના ખેલોને પગલે ગુજરાતા 36 લાખ પશુપાલકોનો વિશ્વાસ આ સંગઠન પર જળવાઈ રહે એ માટે લેવાયેલા નિર્ણયની દૂધ સંઘો દ્વારા સરાહના કરાઈ રહી છે ત્યારે સૌથી મોટી બાબત એ છે કે હવે અમૂલમાં નવા ચેરમેન માટે સૌથી મોટો જંગ ખેલાશે. રાજ્યમાં દૂધ સંઘોમાં  દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો છે. આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. આ ડેરીઓનું અમૂલના જીસીએમએમએફ પર પ્રભુત્વ છે. હાલમાં શામળભાઈ એ સંઘના અમૂલ ફેડરેશનના ચેરમેન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોઢીના આંતરિક કૌભાંડ બહાર આવે તેવી શક્યતા
GCMMF ‘અમૂલ’ના MD પદેથી ડો.આર.એસ.સોઢીની હકાલપટ્ટી બાદ આંતરિક ઓડિટનો દોર શરૂ થયો છે. અમૂલમાં ચાલતા ગેરવહીવટ અને તેની ફરિયાદોને પગલે આગામી એકાદ સપ્તાહમાં રાજ્યનો સહકાર વિભાગ નાણાકીય વહીવટના ઓડિટ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ- CAની પણ નિયુક્તિ કરશે તેમ જાણવા મળ્યું છે. આમ હવે સોઢીના આંતરિક પોલો બહાર આવે તેવી પૂરી સંભાવના છે. સોઢીએ રાજીનામું આપી દીધું હોવાનું જાહેર કરતાં સંઘે એમને રવાના કર્યા હોવાનો લેટર જાહેર કર્યો હતો. હાલમાં સોઢીના કારરસ્તાનોની તપાસ થઈ રહી છે પણ આગામી દિવસોમાં અમૂલના ચેરમેનની ચૂંટણી નવો રંગ પકડે તો પણ નવાઈ નહીં.


આ પણ વાંચો : 


નીતિન પટેલનું કદ મપાશે : નીતિન પટેલની પણ ભાજપ કેટલી કદર કરે છે એ આ ચૂંટણી સાબિત કરશે


કોંગ્રેસમાં કાર-બંગલો લેવા ખેંચતાણ : 17 જણા વિપક્ષી નેતાનું નામ નક્કી કરી શક્તા નથી


ભાજપી કોર્પોરેટર જ નીકળ્યો વ્યાજખોર, મહિલાને 1%ને બદલે 2.5% વ્યાજ આપવા દબાણ કર્યું


શકંર ચૌધરી અને જેઠા ભરવાડ કેમ રેસમાંથી બહાર 
અમૂલ ફેડરેશનના નવા ચેરમેન- વાઈસ ચેરમેનપદની રેસમાથી બનાસ સંઘના શકંર ચૌધરી અને પંચમહાલ સંઘના જેઠા ભરવાડ આપોઆપ બહાર આવી ગયા છે. GCMMFના નવા પદાધિકારીઓની ચૂંટણી પૂર્વે આ બને અનુક્રમે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષપદે કાર્યરત થઈ ચૂક્યા છે. બીજી તરફ અમૂલના આંતરિક ઓડિટરોએ 3 વર્ષના ઓડિટ અહેવાલોની પુન સમિક્ષા તેમજ ચાલુ નાણાકિય વર્ષે લેવાયેલા વહીવટી નિર્ણયોનું ઓડિટ શરૂ થયું છે.


ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદ્દત પૂર્ણતાના આરે
ડો. સોઢી અને તેમની સાથે નિર્ણયમાં ભાગીદાર રહેલા તમામ અધિકારીઓ, સંચાલક મંડળની પણ ઉલટતપાસ થઈ શકે છે. GCMMFના વર્તમાન બોર્ડમાં ચેરમેન શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન વાલમજીભાઈ હુંબલની મુદ્દત પૂર્ણતાને આરે છે. આથી, ઉત્તરાયણ પછીના એકાદ સપ્તાહમાં બોર્ડના નવા પદાધિકારીઓની ચૂંટણી માટે સહકાર રજિસ્ટ્રાર તારીખનું એલાન થઈ શકે છે. આમ હવે ખરો ખેલ એ અમૂલના ચેરમેન પદ માટે શરૂ થશે.


આ પણ વાંચો : આરોગ્ય મંત્રીજી જવાબ આપો, ગુજરાત આ રોગમાં દેશમાં ટોપ-5માં કેવી રીતે પહોંચી ગયો?