સામાન્ય લોકો માટે રેલવે સાથે જોડાયેલી જરૂરી સૂચના, તમામને લાગૂ પડશે આ નવો નિયમ
કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી બચવા માટે ભારતીય રેલવે (Indian Railways) સુરક્ષાના તમામ નવા ઉપાય અપનાવી રહી છે. એવામાં લોકો વચ્ચે ઓછો રાખવા માટે ટિકીટ કાઉન્ટર અને ટ્રેનની અંદર એક નવો નિયમ લાગૂ થવાનો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી બચવા માટે ભારતીય રેલવે (Indian Railways) સુરક્ષાના તમામ નવા ઉપાય અપનાવી રહી છે. એવામાં લોકો વચ્ચે ઓછો રાખવા માટે ટિકીટ કાઉન્ટર અને ટ્રેનની અંદર એક નવો નિયમ લાગૂ થવાનો છે. ભારતીય રેલવેએ તમામ ટ્રેન ટિકીટોમાં ક્યૂર કોડ સિસ્ટમ (QR Code System) લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. ખૂબ જ જલદી તમને રેલવેમાં સફર કરવા માટે ટિકીટ નહી ક્યૂઆર કોડ (QR Code) ની જરૂર પડશે નહી.
મોબાઇલ ફોનમાં રાખવો પડશે ક્યૂઆર કોડ
એરપોર્ટની માફક રેલવે (Railway) પણ ક્યૂઆર કોડવાળા સંપર્ક રહિત ટિકીટ (Contactless Tickets) આપવાની યોજના બનાવી રહી છે. જેમને સ્ટેશન (Station) અને ટ્રેનો પર મોબાઇલ ફોન વડે સ્કેન કરી શકાશે. રેલવે બોર્ડના અધ્યક્ષ વી યાદવે કહ્યું કે હાલમાં ટ્રેનની 85 ટકા ટિકીટ ઓનલાઇન બુક થાય છે અને કાઉન્ટર પરથી ખરીદનારાઓ માટે પણ ક્યૂઆર કોડની વ્યવસ્થા કરવામાં આવશે.
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
આ રીતે મળશે ક્યૂઆર કોડ
યાવે કહ્યું કે 'અમે ક્યૂઆર કોડ સિસ્ટમની શરૂઆત કરી છે જે ટિકીટ પર આપવામાં આવશે. ઓનલાઇન ખરીદનારને ટિકીટ પર કોડ આપવામાં આવશે. વિંડો ટિકીટ પર જ્યારે પણ કોઇને કાગળવાળી ટિકીટ આપવામાં આવશે ત્યારે તેને મોબાઇલ (Smart phone) પર એક મેસેજ મોકલવામાં આવશે જેમાં ક્યૂઆર કોડની લિંક હશે. લિંક ખોલતાં કોડ દેખાશે. તેમણે કહ્યું કે 'ત્યારબાદ સ્ટેશન અથવા ટ્રેન પર ટીટીઇ (TTE) પાસે ફોન અથવા ઉપકરણ હશે જેથી મુસાફરની ટિકીટનો ક્યૂઆર કોડ સ્કેન કરવામાં આવશે. આ પ્રકારે ટિકીટ તપાસવાની પ્રક્રિયા સંપૂર્ણપણે સંપર્ક રહિત રહેશે. યાદવે કહ્યું કે અત્યાર સુધી કાગળ રહિત હોવાની રેલવેની યોજના નથી પરંતુ આજે રિઝર્વ અને અનરિઝર્વ અને પ્લેટફોર્મ ટિકીટ ઓનલાઇન બુકિંગ શરૂ કરી કાગળનો ઉપયોગ ખૂબ જલદી કરવામાં આવશે.
કલકત્તા મેટ્રોમાં પણ શરૂ થઇ આ નવી સેવા
તેમણે કહ્યું કે કલકત્તા મેટ્રોની ઓનલાઇન રિચાર્જ સુવિધા શરૂ કરવામાં આવી છે. એરપોર્ટની માફક તમામ મુસાફરો માટે સ્ટેશન પર પ્રવેશ કરતાં જ સંપર્ક રહિત ટિકીટની તપાસ કરવાની પ્રક્રિયા પ્રયાગરાજ જંક્શન સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે. યાદવે કહ્યું કે આઇઆરસીટીસીની વેબસાઇટનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવામાં આવશે અને પ્રક્રિયાને સરળ, સુવિધાજનક બનાવવામાં આવશે અને હોટલ અને ભોજનનું બુકિંગ સાથે જોડવામાં આવશે. તેમણે કહ્યું કે રેલવેએ ઇસરો સાથે સહમતિ હસ્તાક્ષર કર્યા છે જેના હેઠળ ટ્રેનોની સેટેલાઇટ દ્વારા નજર રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube