15 જુલાઇથી બદલાઇ જશે રોકાણના આ નિયમ, તાત્કાલિક જાણી લો ફાયદાની વાત
આગામી 15 જુલાઇ બાદથી નેશનલ પેંશન સિસ્ટમમાં રોકાણ કરવું પહેલાં કરતાં વધુ સેફ થઇ જશે. તમને જણાવી દઇએ કે પેંશન ફંડ નિયામક અને વિકાસ ઓથોરિટી (PFRDA) દ્વારા એક સર્કુલર જાહેર કરી રોકાણકારોને એનપીએસમાં રિસ્ક પ્રોફાઇલ વિશે માહિતગાર કરવાના નિયમ આપવામાં આવ્યા હતા. તેનો હેતુ રોકાણકારોમાં જાગૃતતા વધારવાનો છે.
NPS Rules: જો તમે પણ એનપીએસમાં રોકાણ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. આગામી 15 જુલાઇ બાદથી નેશનલ પેંશન સિસ્ટમમાં રોકાણ કરવું પહેલાં કરતાં વધુ સેફ થઇ જશે. તમને જણાવી દઇએ કે પેંશન ફંડ નિયામક અને વિકાસ ઓથોરિટી (PFRDA) દ્વારા એક સર્કુલર જાહેર કરી રોકાણકારોને એનપીએસમાં રિસ્ક પ્રોફાઇલ વિશે માહિતગાર કરવાના નિયમ આપવામાં આવ્યા હતા. તેનો હેતુ રોકાણકારોમાં જાગૃતતા વધારવાનો છે.
વેબસાઇટ પર શેર કરવી પડશે રિક્સ પ્રોફાઇલ
આ સાથે જ રોકાણકારોને તેના માટે પણ જાગૃત કરવાનો હતો કે તે પોતે રોકાણ માટે નિર્ણય લઇ શકે અને તેમને વધુમાં વધુ રિટર્ન મળી શકે. સર્કુલરના અનુસાર હવે પેંશન ફંડને ત્રિમાસિકના આધાર પર 15 દિવસની અંદર તમામ યોજનાઓના રિક્સ પ્રોફાઇલને વેબસાઇટ પર શેર કરવી પડશે. પીએફઆરડીએ રોકણકારોને જોખમ પ્રોફાઇલ વિશે જાણકારી આપવાના નિયમ બનાવ્યા છે.
જૂનમાં ખૂલશે નોકરીઓના દ્વાર, 22% વધી કર્મચારીઓની માંગ, આ સેક્ટર્સમાં તક
જોખમના છ લેવલ બનાવ્યા
આ નિયમોના અંતગર્ત જોખના છ સ્તર Low, Low to Moderate, Moderate, Moderately High, High અને Very High લેવલ બનાવ્યા છે. ખાસ વાત એ છે કે જોખમ પ્રોફાઇલની ત્રિમાસિકના આધારે વિશ્લેષણ કરવામાં આવશે. ટિયર 1, ટિયર 2, એસેટ ક્લાસ ઇક્વિટી (ઇ), કોર્પોરેટ ડેટ (સી), સરકારી સિક્યોરિટી (જી) અને સ્કીમ એ વાળા પેંશન ફંડને યોજનાઓના જોખમ પ્રોફાઇલ વિશે જરૂરીરૂપથી જણાવવવું પડશે.
12 ક્રેડિટ વેલ્યૂ એટલે કે સૌથી ઓછી ક્રેડિટ ક્વોલિટી
PFRDA ના સર્કુલરમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઇસ્ટ્રૂમેન્ટની કંજરવેટિવ ક્રેડિટ રેટિંગ (Conservative Credit Rating) પર 0 થી લઇને 12 ટકા સુધી ક્રેડિટ રિસ્ક વેલ્યૂ આપવામાં આવશે. 0 ક્રેડિટ હાઇ ક્રેડિટ ક્વોલિટીને ઇંગિત કરે છે, જ્યારે 12 ક્રેડિટ વેલ્યૂ સૌથી વધુ ક્રેડિટ ક્વોલિટીને શો કરે છે.
આ રીતે કરો રિસ્ક પ્રોફાઇલની તપાસ
દરેક ત્રિમાસિકના આધારે 15 દિવસની અંદર 'Portfolio Disclosure' સેક્શન હેઠળ સંબંધિત પેંશન ફંડની વેબસાઇટ પર રિસ્ક પ્રોફાઇલને લઇને જાણકારી આપવામાં આવશે. વાર્ષિક આધાર પર 31 માર્ચને યોજનાઓનું રિક્સ લેવલ અને એક વર્ષમાં જેટલી વાર પણ રિસ્ક લેવલ બદલાઇ ગયું છે, તેને પેંશન ફંડની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube