NPS Online: NPSને પોસ્ટ વિભાગે કરી સરળ, હવે ઘરે બેઠાં મળશે પેન્શન સ્કીમની આ સુવિધા
નેશનલ પેન્શન સિસ્ટમ ભારત સરકારની એક એવી યોજના છે જેનાથી તમે તમારી વૃદ્ધાવસ્થા માટે આર્થિક સહારાની વ્યવસ્થા કરે છે. કેન્દ્રની તરફથી તેને એક જાન્યુઆરી 2004ના લૉન્ચ કરવામાં આવી હતી. આ યોજનામાં કામ કરતા તમામ લોકો ખાતુ ખોલાવી શકે છે.
નવી દિલ્લીઃ નેશનલ પેન્શન સિસ્ટમ ભારત સરકારની એક એવી યોજના છે જેનાથી તમે તમારી વૃદ્ધાવસ્થા માટે આર્થિક સહારાની વ્યવસ્થા કરે છે. કેન્દ્રની તરફથી તેને એક જાન્યુઆરી 2004ના લૉન્ચ કરવામાં આવી હતી. આ યોજનામાં કામ કરતા તમામ લોકો ખાતુ ખોલાવી શકે છે.
જો તમે પણ એનપીએસમાં ખાતું ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યો છો તો આ સમાચાર તમારા માટે છે તમે હવે પોસ્ટ ઑફિસથી પણ ઑનલાઈન રાષ્ટ્રીય પેન્શન યોજનાની મેમ્બરશિપ લઈ શકો છો.આ મામલે એક આધિકારીક નિવેદન પણ આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 26 એપ્રિલ 2022થી ઑનલાઈન માધ્યમથી એનપીએસની મેમ્બરશિપ આપવાનું શરૂ કરી દીધું છે.
આવી રીતે લઈ શકો છો લાભ:
આ પેન્શન યોજનાનો લાભ 18 થી 70 વર્ષના ભારતીય નાગરિકો લઈ શકે છે. એના માટે પોસ્ટ વિભાગની વેબસાઈટ પર રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી-ઓનલાઈન સેવાઓની કેટેગરીમાં જઈને ઑનલાઈન સુવિધાનો લાભ લઈ શકો છે. અહીં નવા રજિસ્ટ્રેશન. શરૂઆતના કે બાદના યોગદાન અને SIP જેવા વિકલ્પોની સુવિધા છે. જે ઓછામાં ઓછી કિંમતો પર ઉપલબ્ધ છે. પોસ્ટ વિભાગમાં આ સેવાઓ સૌથી સસ્તા દરે મળી રહી છે.
કેન્દ્ર સરકારની છે આ યોજના:
નેશનલ પેન્શન સ્કીમ ભારત સરકારની એક સ્વૈચ્છિક પેન્શન યોજના છે. આ યોજના પોસ્ટ વિભાગ આપે છે. જેની વ્યવસ્થા પેન્શન કોષ નિયામક અને વિકાસ પ્રાધિકરણ વર્ષ 2010થી તેણે નિમેલા પોસ્ટ ઑફિસના માધ્યમથી કરે છે.
કોણ લઈ શકે છે લાભ:
એનપીએમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના કર્મચારીઓની સાથે પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો રોકાણ કરી શકે છે. આ યોજના અંતર્ગત 18 થી 70 વર્ષના વ્યક્તિઓ રોકાણ કરી શકે છે. NRI પણ આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. NRI આ સ્કીમમાં જે રોકાણ કરે છે તેને RBI અને ફેમાં રેગ્યુલેટ કરે છે.
મળશે આટલા ફાયદા:
- એનપીએસના ફાઈનલ વિડ્રોએલ પર 60 ટકા રકમ ટેક્સ ફ્રી છે.
- સરકારી કર્મચારીઓ માટે એનપીએસ અકાઉન્ટમાં કોન્ટ્રીબ્યુશનની લિમિટ 14 ટકા છે
- કોઈ પણ NPS સબ્સ્ક્રાઈબર રૂપિયાની કુલ સીમામાં ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80CCD (1) અંતર્ગત ગ્રોસ ઈનકમના 10 ટકા સુધી ટેક્સમાં ડિડક્શન ક્લેઈમ કરી શકાય છે. સેક્શન 80CCEના અંતર્ગત આ લિમિટ 1.5 લાખ છે
- સેક્શન 80CCE અંતર્ગત સબ્સક્રાઈમબર 50 હજાર રૂપિયા સુધીના વધારાના ડિડક્સને ક્લેઈમ કરી શકો છો.
- એન્યુટીની ખરીદી કરવામાં રોકવામાં આવેલી રકમમાં પુરી ટેક્સ છૂટ મળે છે.