NPS Rules: જો તમે પણ NPSમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. હા, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) NPS લોકો માટે T+0 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આનો સીધો અર્થ એ છે કે હવે કોઈપણ સેટલમેન્ટના દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં (T) સુધી ટ્રસ્ટી બેન્ક દ્વારા મળેલ NPS યોગદાનનું રોકાણ તે જ દિવસે કરવામાં આવશે. આ સાથે NPS રોકાણકારોને તે જ દિવસે નેટ એસેટ વેલ્યુ (NAV)નો લાભ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ સુધી T+1ના આધારે રોકાણ કરવામાં આવતું હતું
નિવેદન અનુસાર અત્યાર સુધી ટ્રસ્ટી બેન્ક દ્વારા પ્રાપ્ત થયેલા રોકાણોની પતાવટ બીજા દિવસે (T+1) રોકાણ કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે એક દિવસ પહેલા સુધી પ્રાપ્ત થયેલ યોગદાન બીજા દિવસે રોકાણ કરવામાં આવે છે. PFRDAએ જણાવ્યું હતું કે, કોઈપણ સેટલમેન્ટના દિવસે સવારે 9:30 વાગ્યા સુધી મળેલા યોગદાનને તે જ દિવસે રોકાણ માટે પહેલાથી જ ગણવામાં આવે છે. હવે સવારે 11 વાગ્યા સુધી પ્રાપ્ત યોગદાનની રકમ પણ લાગુ NAV સાથે તે જ દિવસે રોકાણ કરવામાં આવશે.


આ પોલિસીમાં રોજ ભરો 45 રૂપિયા; મૈચ્યોરિટી પર મળશે 25 લાખ, જાણો અન્ય કયા લાભ મળશે?


ગ્રાહકો પહેલા કરતા વધુ લાભ મેળવી શકશે
નિવેદન અનુસાર PFRDAએ E-NPS 'પોઇન્ટ ઓફ પ્રેઝન્સ' (POP), નોડલ ઓફિસો અને  NPS ટ્રસ્ટોને સવાબ આપી છે કે, તે તમારી NPS કામગીરીને સુધારેલી સમયરેખાને અનુરૂપ કરો. આનાથી ગ્રાહકો યોગ્ય રીતે લાભ મેળવી શકશે. અગાઉ જમા કરાયેલા નાણાંનું રોકાણ કરતાં પહેલાં એક દિવસનો તફાવત રહેતો હતો. કારણ કે તેઓનું રોકાણ આગલા ટ્રેડિંગ ડે (T+1) પર કરવામાં આવ્યું હતું.


શું પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા અને ખંજવાળ આવે છે? આ ઉપાયોથી મળશે રાહત


નોંધનીય છે કે, પેન્શન રેગ્યુલેટરે વર્ષ 2023-24માં બિન-સરકારી ક્ષેત્રોમાંથી NPSમાં 9.47 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે, જેના કારણે NPSમાં રોકાણની રકમ 30.5% વધી છે. વાર્ષિક ધોરણે તે રૂ. 11.73 લાખ કરોડ થયો. 31 મે 2024 સુધી NPS સબસ્ક્રાઇબર્સની કુલ સંખ્યા 18 કરોડ છે. 20 જૂન 2024 સુધીમાં અટલ પેન્શન યોજના (APY) હેઠળ કુલ નોંધણી 6.62 કરોડને વટાવી ગઈ છે, જેમાંથી 2023-24માં 1.2 કરોડથી વધુ નોંધણી કરવામાં આવી હતી.