નવી દિલ્હીઃ નવા વર્ષ પહેલા વધતી મોંઘવારીના મારનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકારે ખાદ્યતેલના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. આ કપાત બાદ સરકારે કંપનીઓ સાથે વાત કરી છે. કંપનીઓને સ્પષ્ટ સૂચનાઓ જારી કરવામાં આવી છે કે સરકાર દ્વારા ઘટાડેલી કિંમતોનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 થી 40 રૂપિયાનો ઘટાડો
ખાદ્યતેલના ભાવમાં 30-40 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ ડૉ. સુધાંશુ પાંડેએ રાજ્ય સરકારોને તેમના રાજ્યોમાં MRP પર તેલનું વેચાણ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ માટે અસરકારક પગલાં ભરવા સૂચના જાહેર કરવામાં આવી છે.

શરીરના કયા ભાગને ટાર્ગેટ કરે છે ઓમિક્રોન? આ લોકોને સાવધાન રહેવાની સખત જરૂરિયાત


આયાત ડ્યુટી લગભગ શૂન્ય
ડૉ. સુધાંશુ પાંડેએ કહ્યું કે ખાદ્યતેલની આયાત ડ્યૂટી લગભગ શૂન્ય થઈ ગઈ છે. ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ફેરફાર બાદ તેલના ભાવ 15% થી 20% સુધી ઘટી ગઈ છે. સરકારના આ પગલા બાદ તમામ બ્રાન્ડના તેલના ભાવમાં 30-40 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.


ભાવ ઘટાડાનો પુરે પુરો લાભ ગ્રાહકોને મળે
સરકારે કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે ભાવમાં થયેલા ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળે. આ સાથે તેલના પેકેટ કે બોટલ કે કોઈપણ કન્ટેનર પર Revised MRP પ્રિન્ટ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ ડૉ. સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે ખાદ્ય તેલના ભાવમાં વધુ ઘટાડો જોવા મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube