Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બદલાવ થતો રહે છે. પણ એ બદલાવ જ્યારે ઓઈલ કંપનીઓને ફાયદો કરાવનારો હોય ત્યારે સામાન્ય માણસના ખિસ્સા પર તેની મોટી અસર પડે છે. જાણો આજે સવાર પડતાની સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો છે શું બદલાવ? કોને થયો છે ફાયદો,,,ઓઈલ કંપનીઓને કે પછી આ વખતે છે આપણો વાર...જાણો વિગતવાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

25 જૂનની સવારે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. ત્યારે નવી પ્રાઈઝ મુજબ 25મી જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તેથી આજે પણ તેલના ભાવ ગઈકાલની જેમ જ યથાવત છે. પરંતુ માર્ચ મહિનામાં કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2-2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જોકે ત્યારપછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.


જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવઃ


શહેર        પેટ્રોલ         ડીઝલ


દિલ્હી         94.72         87.62
મુંબઈ         104.21         92.15
કોલકાતા         103.94         90.76
ચેન્નાઈ         100.75         92.32
બેંગલુરુ         99.84         85.93
લખનૌ         94.65         87.76
નોઇડા         94.83         87.96
ગુરુગ્રામ         95.19         88.05
ચંદીગઢ         94.24         82.40
પટના         105.18         92.04


છેલ્લે માર્ચ મહિના સસ્તુ થયું હતું પેટ્રોલ-ડીઝલઃ
જો મેટ્રોની વાત કરીએ તો કેન્દ્ર સરકારની આ રાહત બાદ નવી દિલ્હીમાં પેટ્રોલની નવીનતમ કિંમત 96.72 રૂપિયાથી ઘટીને 94.72 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં રૂ.106.31ને બદલે રૂ.104.21, કોલકાતામાં રૂ.106.03ને બદલે રૂ.103.94 અને ચેન્નાઇમાં રૂ.102.63ને બદલે રૂ.100.75 થઇ ગયા છે. ડીઝલની વાત કરીએ તો, દિલ્હીમાં નવીનતમ ભાવ 89.62 રૂપિયાને બદલે 87.62 રૂપિયા હશે. તે જ સમયે, મુંબઈમાં નવીનતમ ભાવ 94.27 રૂપિયાને બદલે 92.15 રૂપિયા છે, કોલકાતામાં તે 92.76 રૂપિયાને બદલે 90.76 રૂપિયા છે અને ચેન્નાઈમાં તે 94.24 રૂપિયાને બદલે 92.32 રૂપિયા છે.


OMCs બહાર પાડે છે પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવઃ
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.


ઘરે બેઠાં આ રીતે ચેક કરો તમારા શહેરનો પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવઃ
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.