Petrol Diesel Price: ઓઈલ કંપનીઓએ 6 જૂન માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત 6 જૂનની તાજેતરની યાદી મુજબ યથાવત છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 6 જૂને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો નથી. જો કે આ પહેલા માર્ચમાં સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને ત્યારથી અત્યાર સુધી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવમાં રૂ.2નો ઘટાડો થયો હતો-
14 માર્ચે ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. તે પછી ઘણા શહેરોના લોકોને સસ્તા પેટ્રોલ અને ડીઝલની ભેટ મળી.


મુંબઈ-દિલ્હીમાં શું છે સ્થિતિ?
શહેર        પેટ્રોલ         ડીઝલ
દિલ્હી         94.72         87.62
મુંબઈ         104.21         92.15
કોલકાતા         103.94         90.76
ચેન્નાઈ         100.75         92.32
બેંગલુરુ         99.84         85.93
લખનૌ         94.65         87.76
નોઇડા         94.83         87.96
ગુરુગ્રામ         95.19         88.05
ચંદીગઢ         94.24         82.40
પટના         105.18         92.04


કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.


તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તેપોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.


તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.


OMCs કિંમતો બહાર પાડે છે-
તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.