નવી દિલ્હીઃ Ola Electric સ્કૂટરનું વેચાણ આજથી ફરી શરૂ થઈ ગયું છે. લોકોએ સ્કૂટરની ખરીદી કરને ટ્વીટ પર મૂકવાનું પણ શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે, Ola Electric સ્કૂટર્સ S1 અને S1 Proનું ઓનલાઈન વેચાણ 8 સપ્ટેમ્બરથી શરૂ થવાનું હતું પરંતુ ટેક્નીકલ મુશ્કેલીના કારણે તેને એક સપ્તાહ માટે ટાળવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી શરૂ થયું Ola Electricનું વેચાણ-
Ola Electricનું વેચાણ થરૂ થાય તે પહેલાં 5 લાખ પ્રિ-બુકિંગ થઈ ગયું છે. કંપનીએ 15 ઓગસ્ટથી Ola Electric સ્કૂટર્સ S1 અને S1 Pro માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું હતું. 8 સપ્ટેમ્બરથી જ્યારે તેનું વેચાણ શરૂ થયું ત્યારે વેબસાઈટ ક્રેશ થઈ ગઈ. જેના કારણે તેનું વેચાણ 15 સપ્ટેમ્બર સુધી ટાળવું પડ્યું. 


ઓનલાઈન કેવી રીતે કરશો ખરીદી-
Step 1-
સૌથી પહેલાં Ola Electricની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જો તમે પહેલાં જ 499 રૂપિયામાં બુકિંગ કરીને રાખેલું છે તો તમે પેમેન્ટની પ્રક્રિયા પૂરી કરશો. તમે જેટલું જલદી પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર બૂક કરશો ડિલિવરી એટલી જ જલદી મળશે. પરંતુ યાદ રાખો કે, જ્યાં સુધી કંપની પાસે સ્ટોક હશે ત્યાં સુધી વેચાણ શરૂ રહેશે. 


Step 2-
તમારે Ola Electric S1 ખરીદવું છે કે S1 Pro વેરિયન્ટ, તે નક્કી કર્યા બાદ તમને 10 કલરમાં ગમતો કલર પસંદ કરવો પડશે. જો તમે બુકિંગ દરમિયાન કોઈ કલર પસંદ કર્યો હોય અને તમે તે બદલવા માગતા હોવ તો અહીં બદલી શકો છો. 


Step 3-
ફાઈનાન્સની સુવિધા ઓલા તરફથી આપવામાં આવી છે. કંપનીએ બેંક સાથે ટાઈ-અપ કર્યું છે. જો તમે ફાઈનેન્સ નથી કરવા માગતા તો તમે જે વેરિયન્ટ પસંદ કરો છો તે મુજબ એડવાન્સ પેમેન્ટ 20 હજાર રૂપિયા અથવા 25 હજાર રૂપિયા આપવું પડશે. ફાઈનલ પેમેન્ટ ત્યારે થશે જ્યારે તમારું ઈનવોયસ તૈયાર થઈ જશે. 


કેટલો હશે ભાવ-
તમને જણાવી દઈએ કે, Ola Electricએ આ બંને ઈલેક્ટ્રિક સ્કૂટર્સની કિંમતનું એલાન પહેલા જ કરી દીધું હતું. Ola Electric સ્કૂટરના S1 વેરિયન્ટની એક્સ શોરૂમમાં કિંમત 99,999 રૂપિયા છે. જ્યારે S1 Pro વેરિયન્ટની એક્સ-શોરૂમની કિંમત 1,29,999 રૂપિયા છે. 


કેટલા હશે EMI-
Ola Electric તરફથી આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, S1 સ્કૂટર માટે EMI 2,999 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થશે. જ્યારે S1 Pro માટે EMI 3,199 રૂપિયાથી શરૂ થશે. જો તમને ફાઈનેંન્સિની જરૂર હશે તો OFS તમારા ઓલા S1ને ફાઈનેન્સ કરવામાં મદદ કરવા માટે IDFC ફર્સ્ટ બેંક, HDFC અને ટાટા કેપિટલ સહિત પ્રમુખ બેંકો સાથે કરાર કર્યો છે. વ્હીકલ ઈન્શ્યોરન્સ માટે ખરીદદાર ઓલા અને ઓલા ઈલેટ્રિક્ટ એપ માટે સ્કૂટરનો વિમો કરાવી શકે છે. કંપનીનો ઈન્શ્યોરન્સ પાર્ટનર ICICI લોમ્બાર્ડ છે.


HDFC બેંક OLA અને Ola Electric એપ પર એલિઝિબલ ગ્રાહકોને મિનટોંમાં પ્રિ-અપ્રૂવ્ડ લોન આપશે. Olaની તરફથી નિવેદન આવ્યું કે, ટાટા કેપિટલ અને IDFC ફર્સ્ટ બેંક ડિજિટલ KYC પ્રોસેસ કરશે અને એલિઝિબલ ગ્રાહકોને ઈન્ટેંટ લોન અપ્રૂવલ આપશે. જો તમને ફાઈનેન્સની જરૂર નથી તો તમે ઓલા S1 માટે 20,000 રૂપિયા અથવા ઓલા S1 પ્રો માટે 25,000 રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ કરી શકશે. અને બાકીનું પેમેન્ટ ત્યાર કરો જ્યારે સ્કૂટરનું ઈનવોઈઝ કરવામાં આવે.


181 કિલોમીટરની રેન્જ-
Ols ઈલેક્ટ્રિક સ્કૂટરનું S1 વેરિયન્ટ એકવાર ફૂલ ચાર્જ કરવાથી 121 કિલોમીટરની રેન્જ આપે છે. જ્યારે S1 Pro વેરિયન્ટ સિંગલ ચાર્જ કરવા પર 181 કિલોમીટર ચાલે છે. S1 વેરિયન્ટ 3.6 સેકેન્ડમાં 0-40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડે છે જ્યારે S1 Pro વેરિયન્ટ 3 સેકેન્ડમાં 0-40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડે છે.